ગીર સોમનાથ 7 ઓગસ્ટ (હિ.સ.) સરકાર દ્વારા ડીજીટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી ગીર સોમનાથ જિલ્લામાં ખરીફ ૨૦૨૫-૨૬થી ચાલુ કરવામાં આવી છે.
જેમાં ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધાયેલા ખેડૂતો પોતાના આઈ.ડી અને પાસવર્ડનો ઉપયોગ કરી પોતાના ખેતરનો સર્વે જાતે જ એગ્રીસ્ટેક એપ્લિકેશન નામની મોબાઈલ એપ દ્વારા કરી શકશે.
જે ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધાયેલા નથી તેમના તમામ ખેતરના સર્વે સર્વેયર દ્વારા થાય તે માટે જરૂરી સહકાર આપવા સૌ ખેડૂતને અનુરોધ કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ