સુત્રાપાડામાં કોંગ્રેસના નવા જિલ્લા પ્રમુખ પુંજાભાઈ વંશનું ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો
ગીર સોમનાથ 7 ઓગસ્ટ (હિ.સ.) ગીર-સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પુંજાભાઈ વંશના સન્માનમાં આજે સુત્રાપાડા ખાતે એક ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુત્રાપાડા શહેરના કારડીયા રાજપૂત સમાજની વંડી ખાતે
સુત્રાપાડામાં કોંગ્રેસના નવા જિલ્લા પ્રમુખ પુંજાભાઈ વંશનું ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો


ગીર સોમનાથ 7 ઓગસ્ટ (હિ.સ.) ગીર-સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પુંજાભાઈ વંશના સન્માનમાં આજે સુત્રાપાડા ખાતે એક ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ સુત્રાપાડા શહેરના કારડીયા રાજપૂત સમાજની વંડી ખાતે યોજાયો હતો, જેમાં જીલ્લા કક્ષાના તેમજ તાલુકા-શહેરના અગ્રણી કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સુત્રાપાડા તાલુકા તથા શહેર કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની રચના પણ કરવામાં આવી હતી, જેના માધ્યમથી ભાજપના વલણ સામે મજબૂત સંગઠન ઊભું કરીને નાગરિકોની વાસ્તવિક ચિંતાઓને ઉકેલવા કોંગ્રેસનો હેતુ ફરી દૃઢ કરાયો હતો.

આ પ્રસંગે પુંજાભાઈ વંશ એ જણાવ્યું કે, “કોંગ્રેસ પાર્ટી એ દેશના સૌમ્ય લોકશાહીના મૂળને મજબૂત કરનારી પાર્ટી છે અને આગામી દિવસોમાં ગીર-સોમનાથ જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત બનાવી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોંગ્રેસને વિકાસ અને ન્યાયનો પાયો બનાવાશે.”

કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી માનસિંહભાઈ ડોડીયા, ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ કરશનભાઈ બારડ, સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ જાદવ, શહેર પ્રમુખ સુભાષભાઈ સોલંકી, શહેર ઉપપ્રમુખ જશુભાઈ જાખોત્રા, ભૂતપૂર્વ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ મેરુભાઈ પંપાણીયા, NSUI ગુજરાતના મહામંત્રી અંકિતભાઈ સોંદરવા, મનસુખભાઈ ગોહિલ, ચીમનભાઈ બારડ, મેરામણભાઈ વાજા, રામજીભાઈ વાણવી, તથા જિલ્લા પંચાયતના સભ્ય મહિપતસિંહ ડોડીયા, સુત્રાપાડા નગર પાલિકાના સદસ્ય દેવશીભાઈ સોલંકી, રૂપેશભાઈ જેઠવા, રામભાઈ વાણવી, પૂર્વ સદસ્ય દેવશીભાઈ કામળીયા, યુવા પ્રમુખ સુત્રાપાડા શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેનભાઈ બારડ, સુત્રાપાડા શહેર લઘુમતી મોરચા પ્રમુખ ઈસ્માઈલ ભાઈ શેખ, સુત્રાપાડા શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ ભગવાનભાઈ કાછેલા સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૂત્રાપાડામાં યોજાયેલ આ કાર્યક્રમના માધ્યમથી સ્થાનિક અને જીલ્લા સ્તરે સંગઠનને નવી દિશા અને દૃષ્ટિ મળવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande