ગીર સોમનાથ 7 ઓગસ્ટ (હિ.સ.)
શ્રાવણ માસ સુદ તેરસ ના રોજ કામનાથ મહાદેવના ધ્વજા ચઢાવવામાં આવી હતી
આજે રોજ વેરાવળ ખાતે તારીખ ૭/૮/૨૫ના રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઇ મોહનભાઇ કુહાડા દ્વારા વર્ષોની પરમ પરાગત શ્રાવણ સુદ તેરસ ૧૩ ના શુભ દિવસે કામનાથ મહાદેવ નો ડાયરો પરંપરા ગત હોઈ છે તેથી પંચ પટેલ સભ્યો તથા આગેવાનો ઓ. હાજર રહીને કામનાથ મહાદેવ નો ડાયરો પરમ પરાગત ઉજવવામાં આવ્યો હતો તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઇ મોહનભાઇ કુહાડા તેમજ પંચ સભ્યો તથા આગેવાનો ઓ દ્વાર ખારવા વાડ વિસ્તારમાં આવેલ જૂનું પ્રાચીન કામનાથ મહાદેવ ના મંદિરે ધ્વજા ચડવામાં આવી હતી ત્યારે પછી પટેલ જીતુભાઇ કુહાડા દ્વારા કામનાથ મહાદેવ ને બ્રાહ્મણો દ્વારા પૂજા અભિષેક અને આરતી કરવામાં આવી હતી આજે કામનાથ મહાદેવ ના મંદિર ને ૧૧૫ વષો પૂરા થાય આજે ઉત્સવ જેવો માહોલ જોવા મળી હતો
આ શુભ પ્રસંગે હાજર રહેલ પટેલ જીતુભાઇ મોહનભાઇ કુહાડા, ઉપ.પટેલ બાબુભાઈ આગિયા, વેરાવળ મચ્છીમાર બોટ એસોસિએશન ઉપ.પ્રમુખ બાલાભાઈ કોટીયા, વેરાવળ લોઢી સમાજ ના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના મંત્રી નારણભાઈ તથા સમાજના પંચ પટેલ ઓ હાજર રહેલા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ