મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.)
બાયડ વિધાનસભાના વિકાસના માર્ગે વધુ એક પગલું ઉમેરાતું, આજ રોજ વડાગામથી જીતપુર સુધીના માર્ગના નવા નિર્માણ માટે રૂ. 12 કરોડના ખર્ચે 5.5 કિમી લાંબા માર્ગનું ખાતમુહૂર્ત ભવ્ય રીતે યોજાયું હતું.
આ ભવ્ય કાર્યક્રમ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેના અંતર્ગત જૂના રસ્તાની જગ્યાએ એક ફૂટથી વધુ મેટલ ગાદી સાથે નવી ટેક્નોલોજીથી મજબૂત માર્ગ તૈયાર કરવામાં આવશે. અગાઉ ભારે વાહનોના કારણે તૂટી જતા રસ્તાના સ્થાને હવે લાંબાગાળે ટકી શકે એવું દ્રઢ માર્ગ નિર્માણ થશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ પટેલ, પૂર્વ કિસાન મોરચા પ્રમુખ બીપીનભાઈ પટેલ, વજેપુરા ગામના સરપંચ દશરથસિંહ રાઠોડ, ડેપ્યુટી સરપંચશ્રી, તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી.
વિશાળ ગામો અને વિસ્તારોને જોડતો આ માર્ગ ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે મજબૂત પાયો પુરશે અને યાથાર્થ પરિવર્તન લાવશે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ