આજરોજ અમરેલીના કામધેનુ ગૌશાળામાં, નવું શેડ બનાવવાનું ખાતમુર્હુત
અમરેલી 7 ઓગસ્ટ (હિ.સ.)આજરોજ અમરેલીના કામધેનુ ગૌશાળામાં નવું શેડ બનાવવાનું ખાતમુર્હુત ભવ્ય ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ કાર્યક્રમમાં વિસ્તરણ કાર્ય હેઠળ ગૌમાતાઓ માટે આરામદાયક અને સુરક્ષિત શેડનું નિર્માણ કરવાનું આરંભ કરાયું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને
આજરોજ અમરેલીના કામધેનુ ગૌશાળામાં નવું શેડ બનાવવાનું ખાતમુર્હુત


અમરેલી 7 ઓગસ્ટ (હિ.સ.)આજરોજ અમરેલીના કામધેનુ ગૌશાળામાં નવું શેડ બનાવવાનું ખાતમુર્હુત ભવ્ય ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ કાર્યક્રમમાં વિસ્તરણ કાર્ય હેઠળ ગૌમાતાઓ માટે આરામદાયક અને સુરક્ષિત શેડનું નિર્માણ કરવાનું આરંભ કરાયું.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો અને સંસ્થાના અગ્રણીઓએ ગૌસેવા માટેના તેમના સંકલ્પને પુનઃ દોહરાવ્યો અને આવનારા દિવસોમાં વધુ ગૌસેવા કાર્ય હાથ ધરવા માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો.

આ પ્રસંગે જણાવાયું કે –ગૌમાતા એ આપણી સંસ્કૃતિનો અવિભાજ્ય ભાગ છે. તેમનો સ્નેહ, આશીર્વાદ અને સેવા આપણા જીવનમાં સમૃદ્ધિ લાવે છે.

ખાતમુર્હુત કાર્યક્રમમાં ગામલોકો, દાતા ભક્તો અને ગૌસેવીઓની મોટી સંખ્યામાં હાજરી રહી હતી. કાર્યક્રમ અંતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande