મહેસાણાની શાળાઓમાં રંગોળી સ્પર્ધાથી હર ઘર તિરંગા અભિયાનને ઉત્ત્સાહભેર ઉજવાયું
મહેસાણા, 7 ઓગસ્ટ (હિ.સ.): રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ” થીમ હેઠળ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાના પણ વિવિધ શાળાઓમાં ૭ ઓગસ્ટે રંગોળી સ્પર્ધાનું
મહેસાણાની શાળાઓમાં રંગોળી સ્પર્ધાથી હર ઘર તિરંગા અભિયાનને ઉત્ત્સાહભેર ઉજવાયું

મહેસાણાની શાળાઓમાં રંગોળી સ્પર્ધાથી હર ઘર તિરંગા અભિયાનને ઉત્ત્સાહભેર ઉજવાયું

મહેસાણાની શાળાઓમાં રંગોળી સ્પર્ધાથી હર ઘર તિરંગા અભિયાનને ઉત્ત્સાહભેર ઉજવાયું

મહેસાણાની શાળાઓમાં રંગોળી સ્પર્ધાથી હર ઘર તિરંગા અભિયાનને ઉત્ત્સાહભેર ઉજવાયું

મહેસાણા, 7 ઓગસ્ટ (હિ.સ.): રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ” થીમ હેઠળ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાના પણ વિવિધ શાળાઓમાં ૭ ઓગસ્ટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશભક્તિથી ભરપૂર અને કલાત્મક રંગોળીઓથી શાળા પરિસરને રંગબેરંગી બનાવી દીધું હતું. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાની ચંદ્રોડા પ્રાથમિક શાળામાં યોજાયેલ રંગોળી સ્પર્ધામાં “જય ગરવી ગુજરાત”, “હર ઘર તિરંગા” અને “ભારત માતા કી જય” જેવા ભાવનાત્મક વિષયો પર વિદ્યાર્થીઓએ સુંદર રંગોળીઓ ઊભી કરી. આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સર્જનશીલતા અને સામૂહિક સહકાર જેવી ભાવનાઓનો વિકાસ થયો હતો.

આ પ્રસંગે બેચરાજી મામલતદાર રાજેશ કાનુડાવાલાએ શાળાની મુલાકાત લઈ બાળકો દ્વારા તૈયાર કરાયેલ રંગોળીનો નિરીક્ષણ કર્યો અને વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ વધુ સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા. તેઓએ કહ્યું કે આવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં દેશના પ્રત્યે ગૌરવની લાગણી ઊંડિ થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande