જામનગરના લાલપુર તાલુકાનું જોગવડ ગામ, કોલેરા રોગગ્રસ્ત જાહેર કરાયું
જામનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાંથી કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જેનો ફેલાવો અટકાવવા માટે તથા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત અને તેની આજુબાજુનો 2 કિ.મી.નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો હોવાનું જાહ
કોલેરા કેસ


જામનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાંથી કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જેનો ફેલાવો અટકાવવા માટે તથા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત અને તેની આજુબાજુનો 2 કિ.મી.નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો હોવાનું જાહેરનામું જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જામનગર તરફથી મળેલ દરખાસ્ત અન્વયે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાંથી કોલેરાનો પ્રોઝિટીવ કેસ નોંધાયેલ હોવાથી આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા અને તેની આજુબાજુના 2 કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે દરખાસ્ત મળેલી છે.

તેથી કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એકટ નંબર 3 ઓફ 1897 અન્વયે જોગવડ ગામને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર તરીકે અને તેની આસપાસના 2 કી.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

આ વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી, લાલપુરની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્તિ કરી નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એનાયત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande