જૂનાગઢ હર ઘર તિરંગા અભિયાનના સુચારૂ આયોજન માટે, જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
જુનાગઢ, 7 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામા ‘હર ઘર તિરંગા’ અભિયાનના સુચારૂ આયોજન અન્વયે ઈન્ચાર્જ જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં આગામી તા. ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન સુધી વિવિધ વિભાગના કાર્યક્રમો, સ્પર
જૂનાગઢ હર ઘર તિરંગા અભિયાનના સુચારૂ આયોજન માટે, જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ


જુનાગઢ, 7 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામા ‘હર ઘર તિરંગા’ અભિયાનના સુચારૂ આયોજન અન્વયે ઈન્ચાર્જ જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં આગામી તા. ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન સુધી વિવિધ વિભાગના કાર્યક્રમો, સ્પર્ધાઓ અને એક્ટીવિટીઝ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે. જેમાં આગામી ૦૮મી ઓગસ્ટ સુધી પ્રથમ તબક્કામાં વકૃત્વ સ્પર્ધા, ક્વિઝ, ચિત્ર તથા રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

તા.૯થી ૧૨મી ઓગસ્ટ બીજા તબક્કામાં તમામ તાલુકાઓ, નગરપાલીકા, મહાનગરપાલીકા ના વિવિધ જગ્યાઓ ઉપર સઘન સફાઈ ઝુંબેશ, તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે. આ સાથે તા. ૧૩ ઑગસ્ટ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ત્રીજા તબકકામાં ‘સેલ્ફી વિથ તિરંગા’, સ્વચ્છતા સંવાદ,તિરંગા યાત્રા તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. હર ઘર ત્રીરંગા અભિયાન થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવનાને વધુ મજબુત બનાવવાનો હેતુ છે. તિરંગા અભિયાન હેઠળ જિલ્લાના તમામ લોકોને વિશાળ જનભાગીદારી નોંધાવા જિલ્લા કલેક્ટરએ અપિલ પણ કરી હતી. બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande