જૂનાગઢ 7 ઓગસ્ટ (હિ.સ.) હેતલબેન દ્વારા ગીર ગાયના ગોબર,ગૌમુત્ર અને ઔષધીઓથી ૨૦ જેટલી વસ્તુઓ બનાવે છે.આ વસ્તુ બનાવવાની પ્રક્રિયા લાંબી અને મહેનત માંગી લે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ન્હાવા માટે તૈયાર થતો પંચગવ્ય સાબુમાં, ૨૧ પ્રકારની ઔષધીઓનો સમાવેશ થાય છે.જેમાં ગાયનું ગોબર, દૂધ, દહીં, છાશ, ઘી , ઉપરાંત ગેરુ, શિકાકાઈ, લીમડા પાવડર સહિતનો ઉપયોગ થાય છે.
તેમજ ઇંગોળિયાનો સાબુ વાળ ધોવા માટે બનાવે છે. જેમા જંગલની દિવ્ય ઓષધીઓનો સમાવેશ થાય છે. આ સાબુ બનતા ૪૫ દિવસ લાગે છે. આ સાબુ ખરતા વાળ, ખોડો દૂર કરવા ઉપયોગી છે. જ્યારે કેસુડાનો સાબુ કેસુડા પાવડર, ગોબરના રસ થી બને છે. કેસુડાનો સાબુ બાળકો માટે શ્રેષ્ઠ છે.
આ ઉપરાંત ગાયના ધી, લવિંગ ,કપુર, તુલસી,અજવાઇન ફુદીના થી બામ બનાવે છે. જે શરદી, માથું ,કમરના દુખાવામાં રાહત આપે છે. જયારે મચ્છર ઘુપબતી જે ગૌમૂત્ર ,ગોબર ,ગૂગળ ,લવિંગ અને તમાલપત્ર થી બને છે.જેનાથી મચ્છર દૂર ભાગે છે.
આ ઉપરાંત દંતમંજન,ફેસપેક,ગણેશની મૂર્તિ,ચંદન- કપુરની અગરબત્તી,૯ પ્રકારના ધૂપ, હવન સામગ્રી, ગાયના ઘી અને મીણથી દીવા,હેર ઓઇલ,મોબાઈલ સ્ટેન્ડ સહિતની વસ્તુઓ બનાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ