જુનાગઢ સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આયોજિત સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતાં, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર
જૂનાગઢ, 7 ઓગસ્ટ (હિ.સ.) સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આયોજિત સંસ્કૃત ગૌરવ યાત્રાને આજ રોજ સરકારી ગર્લ્સ હાઇસ્કુલ થી જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જૂનાગઢ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર તેજસ પરમાર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, જૂનાગઢ જિલ
જુનાગઢ  સંસ્કૃત સપ્તાહ


જૂનાગઢ, 7 ઓગસ્ટ (હિ.સ.) સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આયોજિત સંસ્કૃત ગૌરવ યાત્રાને આજ રોજ સરકારી ગર્લ્સ હાઇસ્કુલ થી જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જૂનાગઢ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર તેજસ પરમાર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી લતાબેન ઉપાધ્યાય, ડાયટ પ્રાચાર્ય આશાબેન રાજયગુરુ, જિલ્લા નોડલ ઓફિસર શ્રી કે.આર.ઉઘાડ સહિતના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

યાત્રાનો શુભારંભ મહાનુભાવોના હસ્તે ચાર વેદોની મંત્રો ઉચ્ચારણ સાથે પુજા-અર્ચના કરી કરાવ્યો હતો. જિલ્લાની વિવિધ શાળાના જેટલા ૨૯૦૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓ સહિતના એ યાત્રામાં ભાગ લીધો હતો. ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’માં વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગીતો,સુભાષિત સાથે વેદ, ઉપનિષદો, પુરાણો, અરણ્યો, લગતું સાહિત્ય અને ઋષિઓની વેશભૂષાનું પ્રદર્શન કર્યું હતું. સંસ્કૃત ગૌરવ યાત્રા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ જૂનાગઢ શરૂ થઈ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ રોડ અને બહાઉદીન કોલેજ જૂનાગઢ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

ગૌરવ યાત્રા દરમિયાન ઋષિમુનિઓ, પુરાણ સંસ્કૃતના પાત્રોની વેશભૂષા તથા ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા ટેબલો સાથે ચાર વેદો તથા શ્રીમદ ભગવત ગીતાની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. તથા સંસ્કૃત ગૌરવ યાત્રાના પ્રસ્થાન અને રેલીના સમાપનમાં સંસ્કૃત ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા સેલ્ફી પોઇન્ટમાં સેલ્ફી લેવામાં આવી હતી. જિલ્લા શિક્ષણઅધિકારી લતાબેન ઉપાધ્યાયના સતત માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ ઓફિસર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ સંયુક્ત પ્રયાસો થી સંસ્કૃત ગૌરવ યાત્રા ને સફળતા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande