જૂનાગઢ 7ઓગસ્ટ (હિ.સ.): જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આવેલ રણછોડરાય મંદિર એ જન્માષ્ટમીની ઉજવણીને ધ્યાનમાં રાખી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાજિક ધર્મગ્રંથોના દર્શન કરાવતા જુદા જુદા ફોલોટ સાથેની શોભાયાત્રા તેમજ મટકી ફોડ કાર્યક્રમ યોજવાનું નક્કી કરાયું હતું.
શોભાયાત્રા રૂટ નક્કી કરવા જુદી જુદી વ્યવસ્થા ગોઠવવામાં કરવી તેમ જ દરેક સમાજ સંસ્થાને જાણ કરી શોભાયાત્રામાં જોડાવા સહિતની કામગીરી સોંપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ