મહેસાણા, 7 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લામાં રોજગાર માટે તલપાપડ યુવાનો માટે એક ખુશખબર છે. જિલ્લા રોજગાર કચેરી મહેસાણા અને ગાંધીનગર દ્વારા સંયુક્ત રીતે આગામી 13 ઑગસ્ટ 2025, બુધવારના રોજ શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજ, ગોજારીયા વાડી ખાતે વિશાળ રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે. સવારે 9:00 કલાકે શરૂ થનારા આ મેળામાં દસથી વધુ જાણીતી ખાનગી કંપનીઓ ભાગ લેવા જઈ રહી છે.
આ ભરતી મેળામાં 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે વિવિધ ક્ષેત્રોમાં રોજગારની તક ઉપલબ્ધ રહેશે. જેમાં મુખ્યત્વે ટેકનિકલ, માર્કેટિંગ, કમ્પ્યુટર અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોની ખાલી જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. આ મેળો તેઓ માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ બની રહેશે, જે પોતાના કારકિર્દી માટે યોગ્ય તકોની શોધમાં છે.આ ભરતી મેળામાં સહભાગી થવા ઈચ્છતા ઉમેદવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR