યુપીએસસી ઇન્ટરવ્યૂમાં નિષ્ફળ ગયેલા ઉમેદવારોને, પ્રતિભા-સેતુ પોર્ટલ દ્વારા રોજગાર મળશે
- ખાનગી અને જાહેર ક્ષેત્રમાં 33,950 થી વધુ ઉમેદવારોને તક મળશે નવી દિલ્હી, ૦7 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્ર સરકારે સિવિલ સર્વિસીસ પરીક્ષા (યુપીએસસી)ના ઇન્ટરવ્યૂમાં, પહોંચેલા પરંતુ પસંદગી ન કરી શક્યા તેવા હજારો ઉમેદવારોને ર
ેાનો


- ખાનગી અને જાહેર

ક્ષેત્રમાં 33,950 થી વધુ

ઉમેદવારોને તક મળશે

નવી દિલ્હી, ૦7 ઓગસ્ટ (હિ.સ.)

કેન્દ્ર સરકારે સિવિલ સર્વિસીસ પરીક્ષા (યુપીએસસી)ના ઇન્ટરવ્યૂમાં, પહોંચેલા પરંતુ પસંદગી ન કરી

શક્યા તેવા હજારો ઉમેદવારોને રાહત આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને

પેન્શન રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે,” સરકારે 'પ્રતિભા-સેતુ' પોર્ટલ શરૂ

કર્યું છે, જેથી આ

પ્રતિભાશાળી પરંતુ અસફળ ઉમેદવારો, ખાનગી અને જાહેર ક્ષેત્રમાં વધુ સારી રોજગાર તકો

મેળવી શકે.”

મંત્રીએ જણાવ્યું હતું કે,” વર્ષ 2020-21 થી 2024-25 સુધી, કુલ 52,910 ઉમેદવારોએ યુપીએસસી

ઇન્ટરવ્યૂમાં ભાગ લીધો હતો.જેમાંથી 33,950 ઉમેદવારો અંતિમ

પસંદગી મેળવી શક્યા ન હતા. આ ઉમેદવારો માટે, સરકારે જાહેર જાહેરાત યોજના અને તાજેતરમાં પ્રતિભા-સેતુ

પોર્ટલ શરૂ કર્યું છે.

આ યોજના હેઠળ, યુપીએસસી અને અન્ય સરકારી ભરતી એજન્સીઓ એવા ઉમેદવારોની વિગતો શેર કરે

છે જેમણે પરીક્ષાના એક અથવા વધુ તબક્કા સફળતાપૂર્વક પાસ કર્યા છે પરંતુ અંતિમ

પસંદગી યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી. આ વિગતો હવે રાષ્ટ્રીય કારકિર્દી સેવા (એનસીએસ) પોર્ટલ અને યુપીએસસી

વેબસાઇટ પર ઉપલબ્ધ છે.જેનો ઉપયોગ ખાનગી કંપનીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય સંસ્થાઓ ભરતી

માટે કરી શકે છે.

સરકાર માને છે કે, આ ઉમેદવારો પાસે ઉચ્ચ સ્તરની તૈયારી અને

લાયકાત છે અને તેમને અન્ય ક્ષેત્રોમાં, તકો આપીને દેશની પ્રતિભાનો યોગ્ય રીતે

ઉપયોગ કરી શકાય છે.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande