પોરબંદર, 7 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં આવેલ વિરભનુની ખાંભી પાસે 14 જાન્યુઆરી 2022ના રોજ ડબલ મર્ડરની ઘટના ઘટી હતી જેમાં 11 જેટલા શખ્સો વિરુદ્ધ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ઝડપાયેલ આરોપી અરભમ લખમણ ઓડેદરા કાચા કામના કેદી તરીકે સજા ભોગવતતો હતો, ત્યારે તેણે હાઈકોર્ટમાંથી એક દિવસના જામીન લઈ બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો. ગત તા. 6 માર્ચના રોજ અરભમને જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન નાસ્તો-ફરતો હતો જેથી પોલીસ તેની શોધ ખોળ કરી રહી હતી. ત્યારે પેરોલ ફર્લો સ્કોડના અધિકારીઓને આરોપી અરભમ પંજાબ ખાતે હોવાની બાતમી મળતા અરભમને પંજાબથી પકડી પોરબંદર લાવી કમલાબાગ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડના ઈન્ચાર્જ પી.આઈ. એચ.એમ. જાડેજા, એ.એસ.આઈ. એચ.કે. પરમાર, જે.આર. કટારા, પિયુષભાઈ બોદર, એચ.આર. સીસોદીયા, પીયૂષભાઈ સીસોદીયા, કેશુભાઈ ગોરાણીયા, પ્રકાશભાઈ નકુમ, વજશીભાઈ વરુ, જેતમલભાઈ મોઢવાડીયા, ભુપેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. આકાશભાઈ શાહ તથા ટેક્નિકલ ટીમના અધિકારીઓ રોકાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya