ગરીબોને લોનમાં થતી મુશ્કેલી અંગે સમાજ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સમક્ષ રજૂઆત કરી
પાટણ, 7 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની સીધા ધિરાણ લોન યોજનામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને થતી મુશ્કેલીઓ અંગે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખ ડી. સકસેનાએ સમાજ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબ
ગરીબોને લોનમાં થતી મુશ્કેલી અંગે સમાજ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સમક્ષ રજૂઆત કરી.


પાટણ, 7 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની સીધા ધિરાણ લોન યોજનામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને થતી મુશ્કેલીઓ અંગે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખ ડી. સકસેનાએ સમાજ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સમક્ષ રજૂઆત કરી છે.

હાલમાં લોન મંજૂરી માટે અરજદારોને બે સરકારી જામીન લાવવાની ફરજિયાત શરત મૂકવામાં આવી છે. અગાઉ તલાટીઓ મકાન પર બોજા નોંધ કરતા હતા, જેથી ગરીબોને લોન સરળતાથી મળી જતી હતી. પરંતુ સરકારના નવા પરિપત્ર અનુસાર તલાટીઓને હવે બોજા નોંધ કરવાની મનાઈ છે, જેના કારણે લાભાર્થીઓને સરકારી જામીન મળવામાં અડચણ થાય છે. પરિણામે અંદાજે ૬૦ ટકા અરજદારો લોનના લાભથી વંચિત રહી જાય છે.

હસમુખ સકસેનાએ માગ ઉઠાવી છે કે તલાટી દ્વારા બોજા નોંધ કરવાની પહેલાની વ્યવસ્થા પુનઃશરૂ કરવામાં આવે અને સરકારી જામીન ફરજિયાત કરતા પરિપત્રને રદ કરવામાં આવે. તેમનું કહેવું છે કે આ પગલાંઓથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લોન યોજનાનો લાભ સરળતાથી મળી રહેશે અને તેમના જીવનમાં સંભાળ આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande