જામનગરમાં આંગણવાડી વર્કર બહેનોના પડતર પ્રશ્નો-માંગણીઓના સંદર્ભે કલેક્ટર કચેરીમાં ધરણાં
જામનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના આંગણવાડી વર્કરો પોતાની જુદી જુદી પડતર માંગણીઓ સાથે આંદોલન ચલાવી રહ્યા છે. આજે રેલીની મંજુરી નહીં મળતા કલેક્ટર કચેરીમાં ધરણાં કરવામાં આવી હતી. રાજ્યમાં આંગણવાડી વર્કરો-કાર્યકરો દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને વાચા
ધરણા


જામનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના આંગણવાડી વર્કરો પોતાની જુદી જુદી પડતર માંગણીઓ સાથે આંદોલન ચલાવી રહ્યા છે. આજે રેલીની મંજુરી નહીં મળતા કલેક્ટર કચેરીમાં ધરણાં કરવામાં આવી હતી. રાજ્યમાં આંગણવાડી વર્કરો-કાર્યકરો દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને વાચા આપવા આંદોલન કરી રહ્યા છે.

થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં રેલી-ધરણાં કર્યા પછી આજે જામનગરમાં આંગણવાડી બહેનોએ રેલીનું આયોજન કર્યું હતું, પરંતુ તંત્રની મંજુરી નહીં મળતા આશરે ૩પ૦ જેટલા બહેનોએ કલેક્ટર કચેરીમાં ધરણાં કર્યા હતાં. જેઓની મુખ્ય માંગણીમાં બીએલઓની કામગીરી પાછી ખેંચવામાં આવે, મુખ્ય કામગીરી સિવાયની અન્ય કોઈ કામગીરી કરાવવામાં આવે નહીં વગેરેનો સમાવેશ થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande