પોરબંદર, 7 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લા કલેકટર તથા ભૂસ્તશાસ્ત્રી પોરબંદરના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લાની ક્ષેત્રીય ટીમ દ્વારા મોજે-પાતા પોરબંદર ખાતે આવેલ સીમ વિસ્તારમાં સવારે આકસ્મીક તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ ટીમ દ્વારા આ વિસ્તાર ખાતે તપાસ કરતા અલગ-અલગ બે જગ્યાએ બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજનું ખાણકામ થતું જોવા મળેલ.
આ તપાસ દરમિયાન તપાસ ટીમ દ્વારા લોકેશન 1 વાળા વિસ્તાર ખાતે તપાસ હાથ ધરતા બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજના ખાણકામ જોવા મળેલ. તપાસ સમયે આ ખાડામાં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજના ખાણકામમાં ઉપયોગમાં લેવાતી કોઈપણ પ્રકારની મશીનરી કે સાધન-સામગ્રી સ્થળે જોવા મળેલ નથી. ત્યારબાદ તપાસટીમ દ્વારા વાડી વિસ્તાર વાળા સ્થળે તપાસ કરતા 03 ચકરડી મશીન ઈલેક્ટ્રીક મોટર સાથે, 01 જનરેટર અને 02 ટ્રેક્ટર નંબર પ્લેટ વગરના પડેલ જોવા મળ્યા હતા. તપાસ ટીમ સમક્ષ આ મશીનરીના માલિક પ્રતાપ ગાંગાભાઈ પરમાર રૂબરૂ તપાસટીમ સમક્ષ હાજર રહ્યા હતા અને આ મશીનરીની માલિકી પોતાની હોવાનું જણાવ્યું હતું. ઉક્ત ઉલ્લેખિત ખાણકામ પોતાના દ્વારા છેલ્લા આશરે 10 (દસ) દિવસથી કરતા હોવાનું જણાવેલ આ ખાણકામ અન્વયે તેઓ દ્વારા કોઈપણ પ્રકારની મંજુરી/પરવાનગી લેવામાં આવેલ નથી. જેથી આ ખાણકામ બિન અધિકૃત રીતે થતું હોવાનું જણાય આવતા સીઝ કરી મોર્જે-પાતા ખાતે લીઝ માં રાખવામાં આવેલ છે. તેમજ તપાસ ટીમ દ્વારા લોકેશન 2 વાળા વિસ્તાર ખાતે તપાસ હાથ ધરતા બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજના ખાણકામ થયેલ જોવા મળેલ. તપાસ સમયે આ ખાડામાં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજના ખાણકામમાં ઉપયોગમાં લેવાતી 06 ચકરડી મશીન ઇલેક્ટીક મોટર સાથે, 02 જનરેટર અને 02 ટ્રેક્ટર નંબર પ્લેટ વગરના પડેલ જોવા મળી હતી. તપાસટીમ સમક્ષ આ મશીનરીના માલિક વાળા સતીશ ભીમાભાઈ રૂબરૂ તપાસટીમ સમક્ષ હાજર રહ્યા હતા અને આ મશીનરીની તેમની પોતાની હોવાનું તપાસ મા ખુલ્યું હતું. ઉલ્લેખિત ખાણકામ પોતાના દ્વારા છેલ્લા આશરે 20(વીસ) દિવસથી કરતા હોવાનું જણાવેલ આ ખાણકામ અન્વયે તેઓ દ્વારા કોઇપણ પ્રકારની મંજુરી/પરવાનગી લેવામાં આવેલ નથી જેથી આ ખાણકામ બિન અધિકૃત રીતે થતું હોવાનું જણાય આવતા સીઝ કરી મોજે-પાતા ખાતે ખાનગી મકિલીની જમીનમાં અટક મા રખાવેલ છે.
આમ, તપાસ ટીમ દ્વારા આ તપાસ દરમ્યાન કુલ-09(નવ) ચકરડી મશીન, 04(ચાર) ટ્રેક્ટર અને 03 (ત્રણ) જનરેટર ખનિજના ગેરકાયદેસર ખાણકામ સબબ અટક કરવામાં આવેલ. જે કુલ મળીને 20 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. વધુમાં અત્રેની તપાસટીમ આ વિસ્તાર ખાતેથી કુલ 04 (ચાર) ટ્રક ખનિજના ગેરકાયદેસર વહન સબબ અટક કરવામાં જે તમામ ટ્રકમાં જીઓમાઇન એપ્લીકેશનમાં દંડકીય રકમ ભરપાઈ કરાવેલ છે. જે વાહનોની નીચે દર્શાવેલ વિગતો મુજબ દંડકીય રકમ ભરપાઈ કરાવેલ છે.વાહન 1) GJ-31-T-3131, 2)GJ-18-AT-9296, GJ-11-Y-8671 અને 4) GJ-12-AT-6482 માં ભરેલ ખનિજ રકમ અનુક્રમે 1) 11.66 મે.ટન,2) 10.83 મે. ટન, 11.66 મે. ટન અને 4)32.00 મે. ટન અન્વયે ભરપાઈ કરેલ જે અનુક્રમે 1) 1,59,944/-,
2) 1,09,944/-,
3) 1,55,677/- અને
4). 2,64,512/- જે કુલ મળીને રુ.6,90,077/- દંડ કીય રકમ ની મા ભરપાઈ થયેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya