નવી દિલ્હી, 7 ઓગસ્ટ (હિ.સ.). બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણાના મુદ્દા પર ગુરુવારે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો, જેના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
ગુરુવારે રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતાં જ ઉપાધ્યક્ષ હરિવંશે, જરૂરી કાગળો અને અહેવાલો ગૃહના ટેબલ પર મૂક્યા. કાર્યવાહી આગળ ધપાવતા ઉપાધ્યક્ષે કહ્યું કે, આજે તેમને 25 નોટિસ મળી છે. નિયમોનું પાલન ન કરવાને કારણે, વિપક્ષી સભ્યોની તમામ મુલતવી દરખાસ્તની સૂચનાઓ ફગાવી દેવામાં આવી છે. ત્યારબાદ ગૃહમાં હોબાળો શરૂ થયો.
ઉપાધ્યક્ષે તમામ સભ્યોને ગૃહની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલવા દેવા વિનંતી કરી, પરંતુ હોબાળો અટક્યો નહીં. તેમણે કહ્યું કે, હોબાળાને કારણે 51 કલાક શૂન્ય કલાક વેડફાયા છે, તેમાં ઘણા મુદ્દાઓ ઉઠાવી શકાયા હોત.
હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ