મહેસાણા, 7 ઓગસ્ટ (હિ.સ.): નારી વંદન સપ્તાહ અંતર્ગત મહેસાણા શહેરમાં રંજનના ઢાળ પાસે DAY-NRLM યોજના હેઠળ સખી મંડળના પાંચ સ્ટોલ કાર્યરત કરાયા છે. આ સ્ટોલોમાં મહિલાઓ દ્વારા તૈયાર કરેલી રાખડી, મિઠાઈ, ગિફ્ટ આર્ટિકલ્સ જેવી વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. કુલ 8 જગ્યાએ યોજાયેલા રાખડી મેળામાં 31 સ્વસહાય જૂથોએ ભાગ લીધો છે. મેળો 04 થી 08 ઑગસ્ટ 2025 સુધી ચાલશે.
લક્ષ્મીપુરા ગામની અનિતાબેન ચૌધરીએ જણાવ્યું કે દરેક વર્ષે રક્ષાબંધન પહેલા અહીંથી સારી આવક થાય છે અને અંદાજે 2.5 લાખ જેટલો ટર્નઓવર પ્રાપ્ત થાય છે. દેવરાસણ ગામની પ્રિયંકાબેન સથવારાએ જણાવ્યું કે 70 થી 80% જેટલું વળતર મળે છે અને 20થી વધુ બહેનો આ કામમાં જોડાય છે. રામોસણા ગામની ઇલાબેન સુથારે જણાવ્યું કે દર વર્ષે સમયસર સ્ટોલ ફાળવાઈ જાય છે અને 50થી 60% નફો મળે છે.
આવો પ્રયત્ન મહિલાઓને નોકરી માટે ઘરની બહાર જવાનું ઓછી જરૂર પડે તે માટેનો માર્ગ ખુલે છે અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR