ઉત્તરકાશીના ધરાલીમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ, ગુરુવારે અત્યાર સુધીમાં 43 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા
દેહરાદૂન, નવી દિલ્હી, 07 ઓગસ્ટ (હિ.સ.). ઉત્તરકાશી જિલ્લાના ધરાલી અને હર્ષિલમાં વાદળ ફાટવા અને પૂરના ત્રીજા દિવસે, ગુરુવાર સવારથી રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે સવારે ઉત્તરકાશીમાં એનડીઆરએફ, એસડીઆરએફ
હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી


દેહરાદૂન, નવી દિલ્હી, 07 ઓગસ્ટ (હિ.સ.). ઉત્તરકાશી જિલ્લાના ધરાલી અને હર્ષિલમાં વાદળ ફાટવા અને પૂરના ત્રીજા દિવસે, ગુરુવાર સવારથી રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે સવારે ઉત્તરકાશીમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને વહીવટી અધિકારીઓ સાથે મુલાકાત કરી અને ધરાલી વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી. અસરગ્રસ્ત વિસ્તારોમાં શરૂ કરાયેલ હેલી બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે પણ સૂચનાઓ આપી.

મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પ્રકાશિત એક પોસ્ટમાં લખ્યું છે કે, 'આજે સવારથી હેલી બચાવ શરૂ કરવામાં આવ્યું છે. મુસાફરી માર્ગમાં અવરોધને કારણે ફસાયેલા લોકોને ઉત્તરકાશીના માટલી હેલીપેડ પર સુરક્ષિત રીતે લાવવામાં આવી રહ્યા છે.' બચાવ કામગીરીમાં રોકાયેલી ટીમોની હિંમત અને સમર્પણની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ટીમો આપત્તિ વ્યવસ્થાપનમાં વફાદારી અને કાર્યક્ષમતાનું અનુકરણીય ઉદાહરણ રજૂ કરી રહી છે.

આ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે સેનાના જવાનો સહિત ઘણા લોકો હજુ પણ ગુમ છે.

રાજ્ય આપત્તિ સંચાલન કેન્દ્ર અનુસાર, ગુરુવારે 43 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના યાત્રાળુઓ છે. જલગાંવ (મહારાષ્ટ્ર) ની રહેવાસી અનામિકા મહેરાએ, પોતાના પરિવારને બચાવવા બદલ સરકારનો આભાર માન્યો.

આ ઉપરાંત, માતલી અને હર્ષિલ વચ્ચે શટલ સેવા શરૂ થઈ ગઈ છે. યુકેએડીએના કુલ 08 હેલિકોપ્ટર શોર્ટી કરી રહ્યા છે. રાજપૂતાના રાઈફલ્સના 150 જવાનો, આઈટીબીપી ના 100 જવાનો, એસડીઆરએફ અને એનડીઆરએફ ની ટીમો રાહત કાર્યમાં રોકાયેલી છે. આરોગ્ય વિભાગની ટીમો સ્થળ પર સારવાર આપી રહી છે. દહેરાદૂન, કોરોનેશન અને એઈમ્સ ઋષિકેશમાં આઈસીયુ અને જનરલ બેડ અનામત રાખવામાં આવ્યા છે.

એસડીઆરએફ ના પોલીસ મહાનિરીક્ષક અરુણ મોહન જોશીએ જણાવ્યું હતું કે, બચાવ કામગીરીમાં રોકાયેલી તમામ એજન્સીઓ સંકલનમાં કામ કરી રહી છે. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે દરેક અસરગ્રસ્ત વ્યક્તિને રાહત પહોંચાડવી અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવી એ ટોચની પ્રાથમિકતા છે.

ઉત્તરાખંડના અન્ય વિસ્તારોમાં પણ સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પર્વતોથી મેદાનો સુધી વરસાદને કારણે, નદીઓના પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો છે. પૌડી ગઢવાલ, ચમોલી, હરિદ્વાર અને રુદ્રપ્રયાગ સહિત ઘણા જિલ્લાઓમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓને નુકસાન થયું છે, જ્યારે કેટલીક જગ્યાએ જાનમાલનું નુકસાન થયું છે.

હિન્દુસ્થાન સમાચાર / વિનોદ પોખરિયાલ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande