સલડી ગામ આ ગામમાં રહેતા ખેડૂત પુત્રો, જે ખેતી કરવાની સાથે જ કોઠી આઇસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી
અમરેલી, 7 ઓગસ્ટ (હિ.સ.)અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાનું સલડી ગામ આ ગામમાં રહેતા ખેડૂત પુત્રો જે ખેતી કરવાની સાથે જ કોઠી આઇસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી ખાવા માટે કોઠી આઈસ્ક્રીમ બનાવતા હતા પરંતુ ધીમે ધીમે લોકોને માંગ વધતા તેઓએ વ્યવસાય શરૂ કર્યું આજે છ થી
સલડી ગામ આ ગામમાં રહેતા ખેડૂત પુત્રો જે ખેતી કરવાની સાથે જ કોઠી આઇસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી


અમરેલી, 7 ઓગસ્ટ (હિ.સ.)અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાનું સલડી ગામ આ ગામમાં રહેતા ખેડૂત પુત્રો જે ખેતી કરવાની સાથે જ કોઠી આઇસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી ખાવા માટે કોઠી આઈસ્ક્રીમ બનાવતા હતા પરંતુ ધીમે ધીમે લોકોને માંગ વધતા તેઓએ વ્યવસાય શરૂ કર્યું આજે છ થી વધુ તાલુકાના લોકો સલડી ગામમાં આઈસ્ક્રીમ ખાવા માટે આવે છે.

બાવસંદભાઈ પરસોત્તમભાઈ માદળીયા એ જણાવ્યું કે પોતાની 50 વર્ષની ઉંમર છે અને ધોરણ પાંચ સુધી અભ્યાસ કર્યો છે પોતે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગામે ખેતીનો વ્યવસાય કરતા હતા અને સાથે જ લીલીયામાં એગ્રો બિઝનેસ સેન્ટર ચલાવતા હતા એ સમય દરમિયાન પોતાના નિવાસ્થાને તેમજ લીલીયામાં એગ્રો સેન્ટર ઉપર પોતાના મિત્રો સાંજના સમયે એકત્ર થતા હતા અને ત્યારે આઈસ્ક્રીમ ખાવાની મજા માણતા હતા ત્યારબાદ પોતે એક કોઠી આઈસ્ક્રીમ બનાવવા માટેની કોઠી લાવી અને પોતાના નિવાસ્થાને રાખી હતી અને ત્યાં આઈસ્ક્રીમ બનાવી અને પોતાના મિત્રો અને પોતાના પરિવાર ખાતા હતા ધીમે ધીમે દરેક લોકો દૂધ લઈને ઘરે આવતા અને આઈસ્ક્રીમ બનાવી અને વેચાણ કરતા હતા પરંતુ દરેક લોકોમાં માંગ વધવા લાગી અને નેચરલ આઈસ્ક્રીમ ખાવાની જન સંખ્યામાં વધારો થતા આજે સલડી ગામની અંદર પોતાની એક બ્રાન્ચ છે તેમજ સુરતમાં અને અમદાવાદમાં પણ પોતાની એક બ્રાન્ચ શરૂ કરી છે ખેતીનો વ્યવસાય કરતા ની સાથે જ ધીમે ધીમે આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી હતી. આજે ખેડૂતમાંથી બિઝનેસમેન તરીકે આઈસ્ક્રીમના ભામાશા સલડી ગામના ભાવચંદભાઈ નું નામ બોલાઈ રહ્યું છે.

બાલચંદભાઈએ જણાવ્યું કે પોતે નેચરલ આઈસ્ક્રીમ બનાવે છે કોઠી વડે આઇસક્રીમ બનાવવામાં આવે છે ₹10 થી 60 રૂપિયા સુધીનો આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે જેમાં સ્પેશિયલ ગોટાળો આઈસ્ક્રીમ ખાવા માટે અમરેલી જિલ્લાના છ થી વધુ તાલુકાના લોકો અને 60 થી 80 કિલોમીટર દૂરથી લોકો સાંજના સમયે આઈસ્ક્રીમ ખાવા માટે આવે છે ચોમાસુ હોય શિયાળો હોય કે ઉનાળો હોય રોજ માટે 250 થી 400 વ્યક્તિ સુધી આઈસ્ક્રીમ ખાવા માટે સલડી ગામમાં આવે છે અને આજે ખેડૂત પુત્ર માંથી બિઝનેસમેન તરીકે ઓળખાવી રહ્યા છે અને પોતાનો એક જ વિચાર અને એક જ નિયમ છે જે ખવડાવવું તે સારું ખવડાવવું.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande