રક્ષાનાં તહેવારને પબંધનગલે, આરોગ્ય વિભાગ દ્વારા મિઠાઈનાં સેમ્પલો લેવાયા
સુરત, 7 ઓગસ્ટ (હિ.સ.)-શ્રાવણ માસનાં પ્રારંભ સાથે જ સમગ્ર દેશમાં તહેવારોની સિઝન પુરબહારમાં ખીલી ઉઠતી હોય છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ એક વખત સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરનાં અલગ - અલગ વિસ્તારો
serve


સુરત, 7 ઓગસ્ટ (હિ.સ.)-શ્રાવણ માસનાં પ્રારંભ સાથે જ સમગ્ર દેશમાં તહેવારોની સિઝન પુરબહારમાં ખીલી ઉઠતી હોય છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ એક વખત સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરનાં અલગ - અલગ વિસ્તારોમાં મિઠાઈનું વેચાણ કરતાં એકમો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. જેને પગલે મિષ્ટાન વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આજે બપોર સુધીમાં સુરતનાં સેન્ટ્રલ ઝોન અને રાંદેર સહિત અઠવા ઝોનમાં આરોગ્ય વિભાગ ટીમ દ્વારા 11 એકમો પર સેમ્પલો લેવામાં આવ્યા છે.

હાલમાં જ સુરતનાં વિવિધ વિસ્તારોમાં ફરાળી વાનગીઓનું વિતરણ કરતાં એકમો પર આરોગ્ય વિભાગનાં દરોડા બાદ ગત રોજ માવાનું વેચાણ કરતાં એકમો પર પણ આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગામી રક્ષાબંધનનાં તહેવારોમાં શહેરમાં મોટા પાયે મિઠાઈનું વેચાણ થતું હોવાને કારણે માવાના સેમ્પલો બાદ આજે શહેરનાં સેન્ટ્રલ ઝોન સહિત રાંદેર ઝોન અને અઠવા ઝોનમાં અલગ - અલગ સ્થળો પર આવેલ 11 એકમો પર આરોગ્ય વિભાગ દ્વારા અલગ - અલગ મિઠાઈનાં સેમ્પલો લઈને રિપોર્ટ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની છેલ્લા બે દિવસથી સતત માવા બાદ મિઠાઈનાં સેમ્પલો લેવાને કારણે મિષ્ઠાનનું વિતરણ કરતાં એકમોનાં વેપારીઓમાં પણ રીતસરનો ફફડાટ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande