પાટણ, 7 ઓગસ્ટ (હિ.સ.): સરકારી માધ્યમિક શાળા નાનીચંદુર ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત રેલી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ઇન્ચાર્જ આચાર્ય દિપિકાબેન ચૌહાણના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. શિક્ષકો પંકજભાઈ પટેલ, અજીતસિંહ ચાવડા અને કનુભાઈ પરમારે સુંદર આયોજન કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત દીપ-પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ “ગુરૂ બ્રહ્મા” શ્લોક સાથે રેલીનું પ્રસ્થાન થયું હતું. રેલીમાં શણગારેલા ટ્રેક્ટર અને વિવિધ પાત્રોમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શાળાના ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ગામના સરપંચ ગુગાજી ઠાકોર, ડેલિકેટ તલાજી ઠાકોર તથા અન્ય ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. રેલી દરમિયાન સંસ્કૃત ભાષાના મહત્વ, સંરક્ષણ અને સંવર્ધન વિષે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની નોંધ વઢિયાર પંથકના ગ્રામજનોએ લીધી હતી અને સંસ્કૃત ભાષા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ સફળ રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર