રાષ્ટ્રીય કક્ષાના મેડલવિનર ખેલાડીઓને સરકાર તરફથી શિષ્યવૃત્તિ અને વૃતિકા – અરજી માટે છેલ્લી તારીખ 31 ઓક્ટોબર
મહેસાણા, 7 ઓગસ્ટ (હિ.સ.): વિદ્યાર્થીઓને ખેલકૂદના માધ્યમથી આગળ વધવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટી તક આપવામાં આવી છે. સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 2024-25 દરમ્યાન યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં મેડલ જીતનારા તેમજ ભાગ લેનાર ખેલાડીઓને શિષ્ય
રાષ્ટ્રીય કક્ષાના મેડલવિનર ખેલાડીઓને સરકાર તરફથી શિષ્યવૃત્તિ અને વૃતિકા – અરજી માટે છેલ્લી તારીખ 31 ઓક્ટોબર


મહેસાણા, 7 ઓગસ્ટ (હિ.સ.): વિદ્યાર્થીઓને ખેલકૂદના માધ્યમથી આગળ વધવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટી તક આપવામાં આવી છે. સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 2024-25 દરમ્યાન યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં મેડલ જીતનારા તેમજ ભાગ લેનાર ખેલાડીઓને શિષ્યવૃત્તિ તથા વૃતિકા આપવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ માટે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરની વેબસાઈટ www.sportsauthority.gujarat.gov.in પર તા. 31/10/2025 સુધી ફરજિયાત રીતે ઓનલાઈન અરજી કરવી રહેશે. મહેસાણા જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વિરલ એ. ચૌધરીએ જણાવ્યું કે કોઈને અરજી કરવામાં તકલીફ હોય તો મહેસાણા જિલ્લાના પાંચોટ ખાતે આવેલા સરદાર પટેલ જિલ્લા રમત સંકુલ ખાતે રૂબરૂ જઈ સહાય મેળવી શકાશે.

આ યોજના દ્વારા રાજ્યના ખેલાડીઓને નાની ઉંમરમાંથી જ પ્રોત્સાહન મળી શકે છે અને તેઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું પ્રતિભા પ્રદર્શન કરી શકે છે. શિક્ષણ સાથે રમતગમતને પણ મહત્વ આપતી સરકારની આ પહેલ નવી પેઢીને ઊંચા સપનાં જોવા માટે પ્રેરણા આપી રહી છે.

વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર પટેલ જિલ્લા રમત સંકુલ, પાંચોટ, તાલુકો અને જિલ્લા મહેસાણા ખાતે સંપર્ક સાધવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande