મહેસાણામાં શ્રાવણની ધૂમ: વધ્યું ફરાળી વાનગીઓનું વેચાણ
મહેસાણા, 7 ઓગસ્ટ (હિ.સ.): શ્રાવણ માસ શરૂ થતાં જ મહેસાણા શહેરના બજારમાં ફરાળી વાનગીઓ માટે ઉમંગ જોવા મળી રહ્યો છે. ઉપવાસ અને ધાર્મિક રીતિ-રિવાજોને અનુસરે તેવા લોકો હવે પારંપરાગત સાથે નવીન સ્વાદિષ્ટ વાનગીઓ તરફ પણ વળી રહ્યાં છે. શહેરમાં દરરોજ ખરીદદારોની
મહેસાણામાં શ્રાવણની ધૂમ: વધ્યું ફરાળી વાનગીઓનું વેચાણ


મહેસાણામાં શ્રાવણની ધૂમ: વધ્યું ફરાળી વાનગીઓનું વેચાણ


મહેસાણામાં શ્રાવણની ધૂમ: વધ્યું ફરાળી વાનગીઓનું વેચાણ


મહેસાણામાં શ્રાવણની ધૂમ: વધ્યું ફરાળી વાનગીઓનું વેચાણ


મહેસાણા, 7 ઓગસ્ટ (હિ.સ.): શ્રાવણ માસ શરૂ થતાં જ મહેસાણા શહેરના બજારમાં ફરાળી વાનગીઓ માટે ઉમંગ જોવા મળી રહ્યો છે. ઉપવાસ અને ધાર્મિક રીતિ-રિવાજોને અનુસરે તેવા લોકો હવે પારંપરાગત સાથે નવીન સ્વાદિષ્ટ વાનગીઓ તરફ પણ વળી રહ્યાં છે. શહેરમાં દરરોજ ખરીદદારોની ભીડ જોવા મળે છે અને વેપારીઓ માટે શ્રાવણ મહિનો સૌથી વ્યસ્ત સમય બની ગયો છે.

શહેરમાં ફરાળી વાનગીઓ વેચતા હરેશભાઈ મોદી જણાવે છે કે આ વર્ષે લાઈવ બનાવતી બટાકા અને કેળાંની વેફરની માંગ સૌથી વધુ છે. તેમની દુકાન પર દરરોજ આશરે 20 કિલો જેટલું વેચાણ થાય છે, જે ગયા વર્ષની તુલનામાં વધારે છે. વેફરના ભાવ 320 રૂપિયા પ્રતિ કિલો છે, છતાં ગ્રાહકો ગુણવત્તા અને સ્વાદને વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે.

આ વર્ષે ફેરફારરૂપે ફરાળી પાસ્તા, ભાખરી, મલ્ટી ફ્લેવર વેફર અને સેવ જેવી નવી વાનગીઓ પણ બજારમાં આવ્યા છે. શહેરની લગભગ 10થી 12 દુકાનો પર ખાસ શ્રાવણ માટે તૈયાર થયેલી ફરાળી વસ્તુઓ મળી રહી છે, જ્યાં સવારથીજ લાંબી લાઈનો લાગી રહી છે. મહેસાણામાં શ્રાવણ હવે માત્ર ધાર્મિકતા નહીં પણ સ્થાનિક વેપાર માટે પણ ઉત્સવ સમાન બની ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande