મહેસાણા, 7 ઓગસ્ટ (હિ.સ.)ઊંઝા શહેરની શેઠ એમ.આર.એસ. હાઈસ્કૂલ અને શ્રી એમ.એચ. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલની સંયુક્ત વોલીબોલ ટીમે તાલુકા કક્ષાની શાળાકીય વોલીબોલ સ્પર્ધામાં અંડર-19 વય જૂથમાં પ્રથમ સ્થાન હાંસલ કરી શાળાનું અને શહેરનું ગૌરવ વધાર્યું છે.
ટીમની આ સફળતા બદલ ટીમના તમામ ખેલાડીઓ અને તેમના કોચ શ્રી ભાવિનભાઈ કે. પટેલને શાળા પરિવાર દ્વારા હાર્દિક અભિનંદન આપવામાં આવ્યા છે.
વિજેતા બની શાળાએ માત્ર તાલીમનું સારું પરિણામ પૂરું પાડ્યું નથી, પરંતુ ઊંઝા શહેરનું નામ પણ રોશન કર્યું છે. આ સિદ્ધિથી શાળા પરિવાર, શિક્ષકો અને આચાર્યશ્રીએ પણ ખુશી વ્યક્ત કરી અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી
હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR