ચંડીગઢનાં કમિશનર સહિત, ત્રણ સભ્યોની ટીમ સુરતની બે દિવસીય મુલાકાતે
સુરત, 7 ઓગસ્ટ (હિ.સ.)-દેશનાં વિકસીત શહેરોમાં મોખરાનું સ્થાન મેળવનાર સુરત શહેરમાં એક પછી એક શહેરોનાં પ્રતિનિધિઓ સુરત મહાનગર પાલિકાની સ્ટડી ટુર પર પહોંચી રહ્યા છે. હાલમાં જ જયપુરનાં મેયરની ત્રણ દિવસીય મુલાકાત બાદ આજે ચંડીગઢનાં મ્યુનિસિપલ કમિશનર સહિત ત્
ચંડીગઢનાં કમિશનર સહિત, ત્રણ સભ્યોની ટીમ સુરતની બે દિવસીય મુલાકાતે


સુરત, 7 ઓગસ્ટ (હિ.સ.)-દેશનાં વિકસીત શહેરોમાં મોખરાનું સ્થાન મેળવનાર સુરત શહેરમાં એક પછી એક શહેરોનાં પ્રતિનિધિઓ સુરત મહાનગર પાલિકાની સ્ટડી ટુર પર પહોંચી રહ્યા છે. હાલમાં જ જયપુરનાં મેયરની ત્રણ દિવસીય મુલાકાત બાદ આજે ચંડીગઢનાં મ્યુનિસિપલ કમિશનર સહિત ત્રણ સભ્યોની ટીમ સુરતની બે દિવસની મુલાકાતે પહોંચી છે. ચંદીગઢની ટીમ બે દિવસ દરમિયાન સુરતનાં વિવિધ પ્રોજેક્ટ્સની મુલાકાતની સાથે - સાથે મનપાનાં આવકનાં સ્ત્રોત સહિત વિકાસ કાર્યોની નોંધપાત્ર સિદ્ધિઓ અંગે માહિતગાર થશે.

છેલ્લા બે વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરે સમગ્ર દેશના શહેરોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળતા મેળવી છે. અલબત્ત, આ વર્ષે તો સુરત મહાનગર પાલિકા વિવિધ માપદંડોમાં ઈન્દોર શહેરને પણ પછાટ આપીને પહેલો નંબર મેળવવામાં સફળ રહ્યું છે. ટ્રર્શરી ટ્રીટમેન્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ પ્લાન્ટ સહિત સોલિવ વેસ્ટ સહિતનાં વિવિધ પ્રોજેક્ટ્સમાં સુરત મહાનગર પાલિકા દેશના અન્ય શહેરોની કામગીરી સામે ચઢિયાતું સાબિત થઈ રહ્યું છે. જેના ભાગરૂપે જ છેલ્લા ઘણા સમયથી સતત વિકાસની હરણફાળ ભરી રહેલા સુરતની મુલાકાતે દેશના અન્ય શહેરોનાં ડેલિગેટ્સ પહોંચી રહ્યા છે.

આજે ચંડીગઢનાં મ્યુનિસિપલ કમિશનર અમિત કુમાર સહિત જોઈન્ટ કમિશનર અને સિટી ઈજનેરની એક ટીમ સુરતની બે દિવસની મુલાકાતે પહોંચી હતી. વહેલી સવારે આઈસીસીસી ખાતે ઉચ્ચાધિકારીઓ સાથે બેઠક દરમિયાન ચંદીગઢની ટીમ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ અંગેની તલસ્પર્શી માહિતી મેળવી હતી. ખાસ કરીને 50 લાખથી વધુ વસ્તી ધરાવતાં સુરત શહેરમાં સફાઈથી માંડીને આવકનાં સ્ત્રોત ઉભા કરવા અને આ રકમનો યોગ્ય વિકાસની યોજના પાછળ થનારા ખર્ચ અંગે માહિતી મેળવવામાં આવી હતી. આવતી કાલે સ્વચ્છ ભારત મિશન હેઠળ સુરત મહાનગર પાલિકાનાં સીએનડી પ્લાન્ટ, પ્લાસ્ટિક વેસ્ટ પ્લાન્ટ અને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત બાદ ચંડીગઢની ટીમ રવાના થશે. હવે આગામી દિવસોમાં સોલાપુર અને ઝારખંડની ટીમો પણ સુરતની મુલાકાતે આવનાર છે. આમ, સુરત મહાનગર પાલિકા દેશનાં અન્ય શહેરો માટે સ્ટડી ટુરનું કેન્દ્ર બની રહ્યું હોય તેમ નજરે પડી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande