પોરબંદર, 7 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર વિધાનસભા વિસ્તારના પ્રશ્નોને લઈને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ નવી દિલ્હી ખાતે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા સાથે વિવિધ કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત કરીને રજુઆત કરી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરી સાથે મુલાકાત કરીને ગડુથી માધવપુર સુધીના રોડને ફોરલેન કરવા, માધવપુર- પોરબંદર– હર્ષદ સુધીના રોડ ઉપર આવતા ગામોમાં સર્વિસ રોડ અને અંડર પાસ બનાવવા, પોરબંદર બાયપાસ રોડને સર્વિસ રોડ પ્રોવાઈડ કરવા માટેની રજુઆત કરી, જેને ધ્યાને લઈને માન. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કામોને ઝડપથી શરૂ કરવા સુચના આપી છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ફેઝ 4 (PMGSY - 4) અંતર્ગત પોરબંદર વિધાનસભા ક્ષેત્રના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો માટેના 139 રસ્તાઓ બનાવવાની દરખાસ્તને મંજુરી આપવાને લઈને કેન્દ્રીય કુષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરીને રજુઆત કરી હતી તેમજ પોરબંદર ખારવા સમાજના વણોટ પવનભાઈ શિયાળ,ગડુથી માધવપુર સુધીના રોડને ફોરલેન કરવા, માધવપુર- પોરબંદર– હર્ષદ સુધીના રોડ ઉપર આવતા ગામોમાં સર્વિસ રોડ અને અંડર પાસ બનાવવા, પોરબંદર બાયપાસ રોડને સર્વિસ રોડ પ્રોવાઈડ કરવા માટેની રજુઆત કરી, જેને ધ્યાને લઈને માન. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કામોને ઝડપથી શરૂ કરવા સુચના આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya