બનાસકાંઠા જિલ્લા માં હર ઘર તિરંગા અભિયાનના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ,આઇકોનિક સ્થળ અંબાજી ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે.
અંબાજી 07 ઓગસ્ટ (હિ. સ)આ વર્ષે દેશમાં અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણીની થીમ ઉપર યોજાનાર છે. બનાસકાંઠા જિલ્લામા ‘હર ઘર તિરંગા’ અભિયાનના સુચારૂ આયોજન અન
Triranga yatra ne lai bethak


અંબાજી

07 ઓગસ્ટ (હિ. સ)આ વર્ષે દેશમાં અને રાજ્યમાં

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની

ઉજવણીની થીમ ઉપર યોજાનાર છે. બનાસકાંઠા જિલ્લામા ‘હર ઘર તિરંગા’ અભિયાનના સુચારૂ આયોજન અન્વયે જિલ્લા

કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સબંધિત

અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે, જિલ્લામાં ત્રણ ફેઝમાં હર ઘર તિરંગા

યાત્રાની ઉજવણી કરાશે. જેમાં આગામી ૦૮મી ઓગસ્ટ સુધી પ્રથમ તબક્કામાં શિક્ષણ વિભાગ

દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં સશસ્ત્ર દળોને ઓપરેશન સિંદુર વિષય પર પત્રો લખવાની

સ્પર્ધાનું આયોજન, જિલ્લાની તમામ શાળાઓમાં My Gov portal દ્વારા ક્વિઝનું આયોજન કરાશે, નગરપાલિકાઓ દ્વારા વોલ પેઇન્ટિંગનું

કામ કરાશે.

ત્યાર બાદ ૦૯થી ૧૨મી ઓગસ્ટ બીજા તબક્કામાં તમામ તાલુકાઓ તથા જિલ્લા

કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરાશે. આઇકોનિક સ્થળ નડાબેટ તથા અંબાજી ખાતે પણ

ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. આગામી ૧૨મી ઓગસ્ટ દરમિયાન પાલનપુર ખાતેથી જિલ્લા

કક્ષાની તિરંગા યાત્રા યોજાશે. આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત તમામ

તાલુકાઓ, નગરપાલીકાના

સહયોગ થકી વિવિધ જગ્યાઓ ઉપર સઘન સફાઈ ઝુંબેશ, હેન્ડ વોશ ડેમો, સ્વચ્છતા શપથ, તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે.

આ સાથે ૧૩ ઑગસ્ટ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ત્રીજા તબકકામાં તમામ શાળાઓમાં

ધ્વજ વંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ‘સેલ્ફી વિથ તિરંગા’ તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે.

તમામ કાર્યક્રમો થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની

ભાવનાને વધુ મજબુત બનાવવાનો હેતુ છે. બનાસકાંઠા જિલ્લામાં તિરંગાના માન સન્માન

સાથે ભારે ઉત્સાહભેર તમામ કાર્યક્રમો યોજાય તેની તકેદારી રાખવા કલેક્ટર એ જરૂરી

સુચનાઓ આપી હતી. તિરંગા અભિયાન હેઠળ જિલ્લાના તમામ લોકોને વિશાળ જનભાગીદારી નોધાવા

જિલ્લા કલેક્ટર એ અપીલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ સહિત

સબંધિત વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande