વિસનગર કમાણા ચોકડી ખાતે અધૂરી રોડ કામગિરી અને ઢોરો લોકોએ જીવન નરક બનાવ્યું
મહેસાણા, 7 ઓગસ્ટ (હિ.સ.)વિસનગર શહેરની કમાણા ચોકડી પાસે છેલ્લા અનેક દિવસોથી ચાલી રહેલી વેટમિક્સ રોડની કામગીરી ધીમી ગતિએ આગળ વધી રહી છે, જેના કારણે વાહનચાલકો અને આસપાસના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની વચ્ચે ખોદકામ ચાલી રહ્યું હો
વિસનગર કમાણા ચોકડી ખાતે અધૂરી રોડ કામગિરી અને ઢોરો લોકોએ જીવન નરક બનાવ્યું


મહેસાણા, 7 ઓગસ્ટ (હિ.સ.)વિસનગર શહેરની કમાણા ચોકડી પાસે છેલ્લા અનેક દિવસોથી ચાલી રહેલી વેટમિક્સ રોડની કામગીરી ધીમી ગતિએ આગળ વધી રહી છે, જેના કારણે વાહનચાલકો અને આસપાસના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની વચ્ચે ખોદકામ ચાલી રહ્યું હોવાથી વાહનોને એકજ બાજુથી પસાર થવું પડે છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જ્યારે રસ્તા પર રખડતા ઢોરો બેઠા હોય ત્યારે વાહન ચલાવવું વધારે મુશ્કેલ અને જોખમી બની જાય છે. અનેકવાર અકસ્માત જેવા બનાવો સર્જાતા રહેલા છે.

વેટમિક્સ નાખવાની પ્રક્રિયા દરમ્યાન રસ્તા પરથી કપચી ઉખડી રહી છે અને ધૂળ ઉડતા વાહનચાલકોને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ રહી છે. આસપાસના દુકાનદારોને પણ ધૂળ અને ટ્રાફિકના કારણે વેપારમાં ઘાટો આવી રહ્યો છે. ધૂળથી માલ ખોટો થાય છે અને ગ્રાહકો પણ આવવાનું ટાળી રહ્યા છે.

આ સ્થિતિને લઈને સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની, બીજો વિકલ્પી રસ્તો ખુલ્લો મુકવાની તથા ઢોરોને પકડી ડબ્બામાં પુરવાની માંગ ઉઠાવી છે. તેમનું કહેવું છે કે જનજીવન અસરગ્રસ્ત થાય તે પહેલાં તંત્રે કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande