નવી દિલ્હી, 7 ઓગસ્ટ (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રક્રિયા ગુરુવાર, 7 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પાડવામાં આવશે. જો એક કરતાં વધુ ઉમેદવારો હશે, તો 9 સપ્ટેમ્બરે મતદાન થશે.
ઉલ્લેખનીય છે કે, 22 જુલાઈના રોજ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટેના ઉમેદવારો અંગે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટેનું જાહેરનામું, 7 ઓગસ્ટે બહાર પાડવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે. નામાંકન પત્રોની સમીક્ષા 22 ઓગસ્ટે કરવામાં આવશે. 25 ઓગસ્ટ સુધી નામાંકન પાછું ખેંચી શકાશે. જો આ પદ માટે એક કરતાં વધુ ઉમેદવારો હશે, તો ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે. જેમાં રાજ્યસભાના 233 સભ્યો, રાજ્યસભાના 12 નામાંકિત સભ્યો અને લોકસભાના 543 સભ્યો મતદાન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ