હિંમતનગર ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ
મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી હિંમતનગર તાલુકાના સરદાર પટેલ નર્સિગ કોલેજ ભોલેશ્વર ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ દ
Women Karmayogi Day celebrated at Himmatnagar


મોડાસા, 7 ઓગસ્ટ (હિ.સ.)

સાબરકાંઠા જિલ્લામાં નારી વંદન ઉત્સવ નિમિત્તે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી હિંમતનગર તાલુકાના સરદાર પટેલ નર્સિગ કોલેજ ભોલેશ્વર ખાતે કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ વકીલશ્રી રેખાબેન ત્રિવેદી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 અન્વયે વિગતે માહિતી પૂરી પાડવામાં આવી હતી.તેમજ અભયમ 181, pbsc તેમજ સખી વન સ્ટોપ સેન્ટર વિષે માહિતી આપવામાં આવી હતી.આ સાથે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ, મહિલા લક્ષી વિવિધ કાયદાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નગરપાલિકા ટાઉનપ્લાનિગ ચેરમેન જાનકીબેન રાવલ, આચાર્ય શ્રીમતી પારૂલબેન અમિન, સરદાર પટેલ નર્સિંગ કોલેજના ટ્રસ્ટીશ્રીઓ , જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.પી.એસ.ત્રિવેદી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી પી.આર.પટેલ સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande