​જામનગરમાં આગામી તા.૯ ઓગસ્ટના રોજ, વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે
જામનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) : ​સમસ્ત આદિવાસી ભીલ સમાજ, જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૯ ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસને ભારત સરકારે પણ સત્તાવાર માન્યતા આપી છે, અને તેથી દેશ-વિદેશમાં વસતા તમામ આદિવાસી ભા
આદિવાસી


જામનગર, 7 ઓગસ્ટ (હિ.સ.) : ​સમસ્ત આદિવાસી ભીલ સમાજ, જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૯ ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસને ભારત સરકારે પણ સત્તાવાર માન્યતા આપી છે, અને તેથી દેશ-વિદેશમાં વસતા તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો આ દિવસની ગૌરવભેર ઉજવણી કરે છે.

આ દિવસે જામનગરના આદિવાસી ભીલ સમાજના લોકો એક વિશાળ મહારેલી યોજીને પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરશે. આ રેલીમાં જામનગર જિલ્લાના તમામ આદિવાસી ભાઈઓ અને બહેનોને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની શરૂઆત સવારે ૧૦:૦૦ કલાકે ભૂમિપૂજનથી થશે, ત્યારબાદ ૧૦:૩૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. સવારે ૧૦:૪૫ કલાકે મહારેલીનું પ્રસ્થાન શબરીનગર, ભીલવાસ, એરફોર્સ રોડ, ખેતીવાડી સામેથી થશે. રેલીનો રૂટ શબરીનગર સોસાયટી, ભીલવાસ, રામદેવપીરના મંદિર પાસેથી દિગ્જામ સર્કલ, ખોડિયાર કોલોની, સાત રસ્તા સર્કલ, લાલ બંગલો થઈને મહારાણા પ્રતાપ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરવામાં આવશે. ત્યાંથી ટાઉન હોલ, હવાઈ ચોક, ખંભાળિયા ગેઈટ, હરિભાઈની હોટલ, ઈદ મસ્જિદ થઈને રેલી શંકર ટેકરી, સુભાષપરા શેરી નં. ૨, ભીલવાસ, રામદેવપીરના મંદિર પાસે સમાપ્ત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande