વેરાવળ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો
ગીર સોમનાથ 7 ઓગસ્ટ (હિ.સ.): રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગીર સોમનાથ દ્વારા વેરાવળ ખાતે તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્
વેરાવળ ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો


ગીર સોમનાથ 7 ઓગસ્ટ (હિ.સ.): રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગીર સોમનાથ દ્વારા વેરાવળ ખાતે તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઈ હતી.

સરસ્વતી વિદ્યાલય, વેરાવળ ખાતે દ્વિ-દિવસીય સ્પર્ધાનું યોજાઈ હતી. આ સ્પર્ધાના પ્રથમ દિવસે વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, લોકગીત/ભજન, તબલા, હાર્મોનિયમનો સમાવેશ થયો હતો. જ્યારે બીજા દિવસની સ્પર્ધામાં લગ્ન ગીત, સમૂહ ગીત, સુગમ સંગીત એમ કુલ – ૧૪ કૃતિમાં વેરાવળ તાલુકાની શૈક્ષણિક અને બીન શૈક્ષણિક સંસ્થાઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ કલા મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ કળાના વિવિધ પ્રકારોને પ્રોત્સાહન આપવું અને સમકાલિન કલા અને સંસ્કૃતિને આગળ વધારવાનો છે. આ કલા મહાકુંભ થકી યુવાઓમાં કલા પ્રત્યેની જાગૃતિ અને નવોદિત કલાકારોને યોગ્ય તક આપવામાં આવી હતી. એમ પ્રાંત યુવા વિકાસ અધિકારી અશ્વિન સોલંકીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande