પાટણમાં ચીફ ઓફિસર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદની માંગણી, કોંગ્રેસનું આવેદનપત્ર
પાટણ, 8 ઓગસ્ટ (હિ.સ.): પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે ચીફ ઓફિસર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માટે આવેદનપત્ર આપાયું હતું. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ચીફ ઓફિસર હાય-હાયના સૂત્રોચ્ચાર કરી વિરોધ પણ નોંધાવ્યો હતો. કાર્
પાટણમાં ચીફ ઓફિસર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદની માંગણી, કોંગ્રેસનું આવેદનપત્ર


પાટણ, 8 ઓગસ્ટ (હિ.સ.): પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે ચીફ ઓફિસર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માટે આવેદનપત્ર આપાયું હતું. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ચીફ ઓફિસર હાય-હાયના સૂત્રોચ્ચાર કરી વિરોધ પણ નોંધાવ્યો હતો. કાર્યકરોએ કલેક્ટરના પીઅને આવેદનપત્ર સુપરત કર્યું અને ચીફ ઓફિસરની ફરિયાદની જેમ તેમની ફરિયાદ પણ ગંભીરતાથી લેવામાં આવે તેવી માગ કરી.

હાલમાં પાટણ નગરપાલિકા ફાયર વિભાગની બેદરકારી મુદ્દે આવેદનપત્ર આપવા ગયેલા કોંગ્રેસ કાર્યકરો અને ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ચીફ ઓફિસરે 'એ' ડિવિઝન પોલીસ મથકે કાર્યકરો વિરુદ્ધ કામમાં અવરોધ ઉભો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસના મહામંત્રી હરગોવનભાઈ મકવાણાએ ચીફ ઓફિસર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવાની અરજી આપી હોવા છતાં, પોલીસે તેમની ફરિયાદ હજુ સુધી નોંધતી કરી નથી.

કોંગ્રેસનું કહેવુ છે કે ચીફ ઓફિસરની ફરિયાદ તાત્કાલિક દાખલ થઈ ગઈ છે, જ્યારે તેમની તરફથી આપવામાં આવેલી ફરિયાદ દરખાસ્ત જ રહી ગઈ છે. તેમને ન્યાય મળે તે માટે કલેક્ટર કચેરીનો સંપર્ક કરીને યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પાર્ટીના કાર્યકરો અનુસાર આ મામલામાં પોલીસની એકતરફી કાર્યવાહીને લઈને ભારે અસંતોષ ફેલાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande