ગીર સોમનાથ, 8 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં નાણાકીય સમાવેશનનું ત્રણ મહિનાના સંતૃપ્તિ અભિયાન તા. ૦૧/૦૭/૨૦૨૫ થી તા.૩૦/૦૯/૨૦૨૫ સુધી ચલાવવામાં આવી રહી છે. તે અંતર્ગત જિલ્લાના વિવિધ ગામોમાં નાણાકીય યોજનાઓની વિવિધ એસ બેન્ક દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ શિબિરમાં પ્રધાનમંત્રી જનધન યોજનામાં ખાતાં ખોલવા, ખાતાઓમાં કેવાયસી કરાવવું, ડિજિટલ છેતરપિંડીથી કઈ રીતે બચવું, ખાતાઓમાં નોમિનેશન કરાવવું તથા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્સન યોજના વગેરે અંગેની જાણકારી આપવા સાથે નવા ખાતા ખોલવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
ગ્રામીણ નાગરિકોને વિવિધ યોજનાઓના લાભ વિષે જાણકારી આપી અને નાગરિકોને બેન્ક સાથે નાણાકીય સમાવેશનમાં સામેલ કરવામાં આવી રહ્યાં છે.
આ યોજનાઓની શિબિર તા.૩૦/૦૯/૨૦૨૫ સુધી બાકી રહેલ ગામોમાં પણ બેન્ક દ્વારા શિબિર આયોજિત કરીને બાકી વધેલા લોકો પણ સમાવેશ કરવામાં આવશે. ગામ લોકો ગામના તલાટી મંત્રી અને નજીકની બેન્ક શાખાનો સંપર્ક કરી શિબિરની તારીખ વિશેની જાણકારી મેળવી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ