શાળાકીય રમતોત્સવ ૨૦૨૫-૨૬ અંતર્ગત જિલ્લાકક્ષા કરાટે અને સાઈકલીંગ સ્પર્ધા યોજાઈ
જૂનાગઢ 8 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત સરકારના રમત-ગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI)૨૦૨૫-૨૬નું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લાકક્ષા કરાટે અને સાઈકલીંગ સ્પર્ધાનુ
જિલ્લાકક્ષા કરાટે અને સાઈકલીંગ સ્પર્ધા


જૂનાગઢ 8 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત સરકારના રમત-ગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI)૨૦૨૫-૨૬નું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત જિલ્લાકક્ષા કરાટે અને સાઈકલીંગ સ્પર્ધાનું આયોજન આજરોજ સીટી સ્પોર્ટ્સ ક્લબ, જૂનાગઢ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ખેલાડીઓએ ભાગ લઇ પોતાની રમતનું પ્રદર્શન કર્યું હતું. આ તકે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ તેમના હસ્તે કરાટે રમતના પ્રતિષ્ઠિત ખેલાડીઓનું રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ ક્રીડા ભારતી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મનીષકુમાર જીલડિયા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને મોમેન્ટો આપી આભાર પ્રગટ કરવામાં આવ્યો. આ ઉપરાંત વિજયભાઈ ભટ્ટ, મયુરકુમાર ચૌહાણ, હિરેનભાઈ ખુંટી, વિશાલભાઈ સિદ્ધપુરા, પ્રશાંતભાઈ ચૌહાણ અને હદીશાબેન મહેતર, ભાવિનભાઈ રોકડ ઉપસ્થિત હતા. તેમજ કરાટે રમત કન્વીનર ભરતભાઈ ભેટારીયા અને સાઈકલીગ રમત કન્વીનર કલ્પેશભાઈ શાંખલાને જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા સમગ્ર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. એમ જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande