નવી દિલ્હી, 9 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી. સંસ્કૃતને જ્ઞાન અને અભિવ્યક્તિનો શાશ્વત સ્ત્રોત ગણાવતા, પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં તેના કાયમી પ્રભાવ પર ભાર મૂક્યો.
પ્રધાનમંત્રીએ વિશ્વભરના વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓના સમર્પણની પ્રશંસા કરી જેઓ સંસ્કૃત શીખવા, શીખવવા અને લોકપ્રિય બનાવવામાં રોકાયેલા છે. તેમણે ભાર મૂક્યો કે, છેલ્લા દાયકામાં સરકારે, સંસ્કૃતના શિક્ષણ અને સંશોધનને મજબૂત કરવા માટે ઘણા પગલાં લીધાં છે, જેમ કે કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીઓની સ્થાપના, સંસ્કૃત શિક્ષણ કેન્દ્રો ખોલવા, સંસ્કૃત વિદ્વાનોને અનુદાન આપવું અને હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન માટે જ્ઞાન ભારતમ મિશન શરૂ કરવું.
એક્સ પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ લખ્યું, “આજે, શ્રાવણ પૂર્ણિમાના અવસર પર, આપણે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. સંસ્કૃત જ્ઞાન અને અભિવ્યક્તિનો શાશ્વત સ્ત્રોત છે. તેનો પ્રભાવ તમામ ક્ષેત્રોમાં જોઈ શકાય છે. આ દિવસ એ દરેક વ્યક્તિના પ્રયત્નોની પ્રશંસા કરવાનો પ્રસંગ છે જે વિશ્વભરમાં સંસ્કૃત શીખે છે અને તેને લોકપ્રિય બનાવે છે. છેલ્લા દાયકામાં, આપણી સરકારે સંસ્કૃતને લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયાસો કર્યા છે. આમાં કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીઓની સ્થાપના, સંસ્કૃત શિક્ષણ કેન્દ્રો, સંસ્કૃત વિદ્વાનોને અનુદાન અને હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન માટે જ્ઞાન ભારતમ મિશનનો સમાવેશ થાય છે. આનાથી અસંખ્ય વિદ્યાર્થીઓ અને સંશોધકોને ફાયદો થયો છે.”
તેમણે સંસ્કૃતમાં તેમની વાત પણ લખી અને કહ્યું, “अद्य श्रावणपूर्णिमादिने वयं विश्वसंस्कृतिदिवसम् आचारमः। संस्कृतभाषा ज्ञानस्य अभिव्यक्तेः च अनादिस्रोतः अस्ति। तस्यः प्रभावः विविधेषु क्षेत्रेषु दृष्टुं शक्यते। समग्रे विश्वे प्रत्येकम् अपि जनः यः संस्कृतं पतितुं तस्य प्रचारं कर्तुं च प्रयत्मानः अस्ति तस्य लाभयै कश्चन अवसरः नाम एतत् दिनम्। गते दशके अस्माकं सर्वकारेण संस्कृतस्य प्रचाराय अनेके प्रयासाः कृतः सन्ति। तेशु त्रयानां धर्मसंस्कृतविश्वविद्यालयानां स्थापनम्, संस्कृताध्ययनकेन्द्राणाम् अदिराः, संस्कृतिविद्वद्भ्यः अनुदानदाताम्, पाण्डुलिपीनां डिजिटल माध्यमे शाय्य ज्ञानभारतं मिशन इत्यादिनि शांति। एतेन अगणिताः सिद्धार्थिनः च सत्याः।”
હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ