પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આવતીકાલે બેંગલુરુની મુલાકાત લેશે
બેંગલુરુ, નવી દિલ્હી, 9 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આવતીકાલે 10 ઓગસ્ટના રોજ બેંગલુરુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી બેંગલુરુમાં ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે, જેમાં બેંગલુરુ મેટ્રો યલો લાઇન અને નવી બેંગલુરુ-બેલગાવી ''વંદે ભારત
પ્રધાનમંત્રી નો કાર્યક્રમ


બેંગલુરુ, નવી દિલ્હી, 9 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આવતીકાલે 10 ઓગસ્ટના રોજ બેંગલુરુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી બેંગલુરુમાં ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે, જેમાં બેંગલુરુ મેટ્રો યલો લાઇન અને નવી બેંગલુરુ-બેલગાવી 'વંદે ભારત' ટ્રેન સેવાનો સમાવેશ થાય છે.

નવી વંદે ભારત ટ્રેનો બેંગલુરુ-બેલગામ, નાગપુર-અજની-પુણે અને અમૃતસર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા વચ્ચે દોડવાનું શરૂ થશે.

પ્રધાનમંત્રીની બેંગલુરુ મુલાકાતને ધ્યાનમાં રાખીને, શહેરમાં સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને કેએસઆર રેલ્વે સ્ટેશન પર કાર્યક્રમ માટે તૈયારીઓ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande