નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ઈઝરાયલના એટર્ની જનરલ ગલી બહારીવ-મિયારાએ
હાઈકોર્ટમાં, દાખલ કરાયેલી અરજીઓના જવાબમાં કહ્યું છે કે,” સરકાર દ્વારા તેમને પદ
પરથી દૂર કરવાની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.”
બહારીવ -મિયારાએ તેમના નિવેદનમાં કહ્યું, સરકારે એટર્ની
જનરલના કાર્યકાળને સમાપ્ત કરવાના નિયમોમાં ફેરફાર કર્યો હતો, અને આ ફેરફાર
ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે બરતરફીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આ ફક્ત પરિણામ
સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું હતું.
તેમના મતે, સરકારે હાલની કાનૂની પ્રક્રિયા છોડીને નવો રસ્તો અપનાવીને
મંત્રી સમિતિ બનાવવાનો નિર્ણય લીધો, જેથી તે જ સમિતિ બરતરફીની ભલામણ કરી શકે.
હાઈકોર્ટ આ અઠવાડિયાના અંતમાં, આ મામલાની સુનાવણી કરશે.
નોંધનીય છે કે કોર્ટે સરકારના મતદાન પછી તરત જ બહારીવ -મિયારાની બરતરફી પર સ્ટે
મૂકી દીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય
---------------
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ