બોક્સ ઓફિસ પર 'પરમ સુંદરી' નું રાજ ચાલુ
નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર (હિ.સ.) સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર અભિનીત ''પરમ સુંદરી'' 29 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી. ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ દર્શકોએ પહેલી વાર સિદ્ધાર્થ અને જાહ્નવીની જોડીની પ્રશંસા કર
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર


નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર (હિ.સ.) સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર અભિનીત 'પરમ સુંદરી' 29 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી. ફિલ્મને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ દર્શકોએ પહેલી વાર સિદ્ધાર્થ અને જાહ્નવીની જોડીની પ્રશંસા કરી હતી. ભલે ફિલ્મે શરૂઆતના દિવસે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ સપ્તાહના અંતે તેણે બોક્સ ઓફિસ પર શાનદાર ઉછાળો નોંધાવ્યો હતો. હવે ત્રીજા દિવસની કમાણીના આંકડા બહાર આવ્યા છે.

બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્ક અનુસાર, 'પરમ સુંદરી'એ રિલીઝના ત્રીજા દિવસે રવિવારે 10.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે પહેલા દિવસે 7.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જ્યારે બીજા દિવસે તેનું કલેક્શન વધીને 9.25 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ રીતે, ત્રણ દિવસમાં ફિલ્મની કુલ કમાણી 26.75 કરોડ રૂપિયા થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, 'પરમ સુંદરી' લગભગ 45 કરોડ રૂપિયાના બજેટમાં બની છે.

'પરમ સુંદરી'નું દિગ્દર્શન તુષાર જલોટા દ્વારા કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની સાથે, રેંજી પાનિકર, સિદ્ધાર્થ શંકર, મનજોત સિંહ, સંજય કપૂર અને ઇનાયત વર્મા જેવા કલાકારો ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. વાર્તામાં, સિદ્ધાર્થ દિલ્હીના એક ઉદ્યોગપતિની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે જાહ્નવી કેરળના એક કલાકારની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મની આખી વાર્તા આ બંનેની આસપાસ ફરે છે અને તેમની અનોખી પ્રેમકથા દર્શાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande