સૈયદપુરામાં બંધ મકાનમાંથી તસ્કરો 4.07 લાખની ચોરી કરી પલાયન
સુરત, 10 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના સૈયદપુરા વિસ્તારમાં આવેલ વાવ શેરી ખાતે રહેતો દૂધવાળા પરિવાર બહાર ગયો હતો. આ સમયે તેમનું ઘર બંધ હતું ત્યારે અજાણ્યા ચોર ઈસમોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. એક સપ્તાહના સમયગાળાની અંદર અજાણ્યા ચોર ઈસમે ઘરના દરવાજાનો
લાલગેટ પોલીસ મથક


સુરત, 10 સપ્ટેમ્બર (હિ.સ.)- શહેરના સૈયદપુરા વિસ્તારમાં આવેલ વાવ શેરી ખાતે રહેતો દૂધવાળા પરિવાર બહાર ગયો હતો. આ સમયે તેમનું ઘર બંધ હતું ત્યારે અજાણ્યા ચોર ઈસમોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. એક સપ્તાહના સમયગાળાની અંદર અજાણ્યા ચોર ઈસમે ઘરના દરવાજાનો તાળું કોઈ સાધન વડે તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 4.07 લાખનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જોકે બાદમાં દૂધવાળા પરિવારને પોતાના ઘરમાં ચોરી થયાની જાણ થતા તેઓએ આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે સૈયદપુરા વિસ્તારમાં આવેલ વાવ શેરીમાં ઘર નંબર 7/2878 માં રહેતા મહેશભાઈ ઇશ્વરભાઇ દૂધવાળા અને તેમની પત્ની 68 વર્ષીય ઇન્દિરાબેન ગત તારીખ 31/8/2025 થી તારીખ 8/9/2025 સુધી બહાર ગયા હોવાથી તેમનું ઘર બંધ હતું. આ સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તકનો લાભ ઉઠાવી મકાનમાં પ્રવેશ કરી બીજા માળે કબાટમાં મુકેલ ખાનામાંથી હીરા જડિત સોનાની ચેઈન તથા સોનાની બંગડી, સોનાના પેન્ડલ, સોનાની બુટ્ટી, હીરા જડિત સોનાની લવિંગિયા, સોનાનો મંગળસૂત્ર તથા અલગ અલગ સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 3.54 લાખની મત્તા તથા રોકડા રૂપિયા 53,500 મળી કુલ રૂપિયા 4,07,000 ના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યો ચોરી થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર વૃદ્ધા એ આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

 rajesh pande