બોલીવુડના યુવા સ્ટાર વરુણ ધવન અને જાહ્નવી કપૂરની જોડી હાલમાં દર્શકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહી છે. બન્નેની આવનારી ફિલ્મ ‘સની સંસ્કારીની તુલસી કુમારી’ આ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાં ગણી રહી છે. લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહેલા દર્શકોને 2 ઓક્ટોબરે મોટું ભેટ મળશે, કારણ કે આ ફિલ્મ ગાંધી જયંતિના અવસરે દેશભરના સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે.
થોડા સમય પહેલા ફિલ્મનું પહેલું ગીત ‘બિજુરિયા’ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ગીતને યુવાઓથી લઈને સોશિયલ મીડિયા યૂઝર્સ સુધી, દરેકે ખૂબ પસંદ કર્યું. તેના બોલ અને મ્યુઝિકે દર્શકો વચ્ચે અલગ જ ધૂમ મચાવી. હવે મેકર્સે ફિલ્મનું બીજું ગીત ‘પનવાડી’ રજુ કર્યું છે. રિલીઝ થતાં જ આ ગીત યૂટ્યુબ અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. ગીતમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂરની શાનદાર કેમિસ્ટ્રી જોવા જેવી છે. બન્ને વચ્ચેના ધમાકેદાર ડાન્સ સીક્વન્સ અને ઊર્જાએ દર્શકોનું દિલ જીતી લીધું છે. ‘પનવાડી’ ગીતને ઘણા લોકપ્રિય ગાયકોની અવાજે વિશેષ બનાવી દીધું છે. ખેસારીલાલ યાદવ, માસૂમ શર્મા, દેવ નેગી, પ્રીતમ અને નિકિતા ગાંધી પોતાની અવાજ આપી છે. આ ગાયકોના અલગ-અલગ અંદાજે ગીતને ખુબ જ ઊર્જાવાન અને મજેદાર બનાવી દીધું છે.
આ ફિલ્મમાં માત્ર વરુણ અને જાહ્નવી જ નહીં, પરંતુ સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે ‘પનવાડી’ ગીતમાં આ જોડીની પણ ઝલક જોવા મળે છે, જેને કારણે ગીત વધુ રંગીન અને મનોરંજક બની ગયું છે. ફિલ્મનું દિગ્દર્શન શશાંક ખેતાને કર્યું છે, જે રોમેન્ટિક-ડ્રામા અને મ્યુઝિકલ ફિલ્મો માટે જાણીતા છે. જ્યારે ફિલ્મના નિર્માતા કરણ જોહર છે, જેમણે હંમેશાની જેમ આ પ્રોજેક્ટને ભવ્યતા અને મોટા પાયે રજૂ કરવામાં કોઈ કસર રાખી નથી.
---
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ