જામનગરમાં પત્ની સાથે ઝઘડો થતાં લાગી આવતા યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.):જામનગરના મયુરનગર વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની પત્ની સાથે ઝઘડો થતાં તેનું મનમાં લાગી આવ્યું હોવાથી પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ બનાવ
મૃત્યુ ફાઈલ ફોટો


જામનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.):જામનગરના મયુરનગર વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની પત્ની સાથે ઝઘડો થતાં તેનું મનમાં લાગી આવ્યું હોવાથી પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતા નાથાભાઈ નારણભાઈ માતંગ નામના 34 વર્ષના યુવાને ગઈકાલે પોતાના રૂમમાં પંખામાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકની પત્ની મંજુબેન નાથાભાઈ માતંગે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનન એએસઆઇ એફ.જી.દલ

બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક યુવાન, કે જેને પોતાની પત્ની સાથે ઝઘડો અને બોલાચાલી થઈ હતી. જે ઝઘડાનું તેને મનમાં લાગી આવતાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

 rajesh pande