નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતના
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપ્યો છે. તેઓ
તેમના વર્તમાન પદ સાથે આ જવાબદારી પણ નિભાવશે.
ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલી માહિતીમાં
જણાવાયું છે કે,” મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે
ચૂંટાયા હોવાથી પદ છોડ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ