નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન
(સીબીઆઈ) એ વોન્ટેડ ભાગેડુ મુનવ્વર ખાનને, ઇન્ટરપોલ ચેનલો દ્વારા કુવૈતથી
પ્રત્યાર્પણ કરાવ્યું. તે બેંક ઓફ બરોડામાંથી છેતરપિંડી અને બનાવટીના કેસમાં
વોન્ટેડ હતો.
સીબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,”ખાનને આજે કુવૈત
પોલીસની એક ટીમની દેખરેખ હેઠળ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર
લાવવામાં આવ્યો હતો, જ્યાં ચેન્નઈ
સ્થિત સીબીઆઈ સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ દ્વારા તેની અટકાયત કરવામાં આવી
હતી.”
મુનવ્વર ખાન પર વર્ષ 2૦11 માં નોંધાયેલી એફઆઈઆરમાં ગુનાહિત
કાવતરું, છેતરપિંડી અને
બનાવટી બનાવવાનો આરોપ છે. તે અન્ય આરોપીઓ સાથે બેંક ઓફ બરોડા સાથે છેતરપિંડી કર્યા
પછી કુવૈત ભાગી ગયો હતો અને કોર્ટે તેને જાહેર ગુનેગાર જાહેર કર્યો હતો.
સીબીઆઈએ 7 ફેબ્રુઆરી 2૦22 ના રોજ ઇન્ટરપોલ તરફથી તેની સામે
રેડ નોટિસ જારી કરી હતી. કુવૈત અધિકારીઓએ ખાનની ધરપકડ કર્યા પછી તેને ભારત
સોંપવાનો નિર્ણય લીધો હતો.
એજન્સીના જણાવ્યા અનુસાર,”છેલ્લા કેટલાક
વર્ષોમાં ઇન્ટરપોલ ચેનલો દ્વારા 13૦ થી વધુ વોન્ટેડ ગુનેગારોને ભારત પાછા લાવવામાં
આવ્યા છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ