પૂર્વ ચંપારણ, નવી દિલ્હી,11 સપ્ટેમ્બર
(હિ.સ.) ભારત-નેપાળ આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત સશસ્ત્ર સીમા બળ (એસએસબી) ની 47મી બટાલિયનની
સતર્કતાને કારણે કાઠમંડુ સેન્ટ્રલ જેલમાંથી ભાગી ગયેલા, બાંગ્લાદેશી નાગરિકને
ભારતીય સરહદમાં પ્રવેશતા પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી.
પકડાયેલ વ્યક્તિનું નામ મોહમ્મદ અબ્દુલ છે, જે નેપાળમાં
રહીને સોનાની દાણચોરી કરતો હતો અને છેલ્લા પાંચ વર્ષથી કાઠમંડુ સેન્ટ્રલ જેલમાં
કેદ હતો. મળતી માહિતી મુજબ,
9 સપ્ટેમ્બરના રોજ નેપાળમાં ઉગ્ર જન આંદોલન દરમિયાન કાઠમંડુ સેન્ટ્રલ જેલમાં
જેલ તોડવાની ઘટના બની હતી. જેનો લાભ લઈને મોહમ્મદ અબ્દુલ જેલમાંથી ભાગી ગયો હતો
અને નેપાળથી ભાગીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ સતર્ક એસએસબી જવાનોએ
તેને સહદેવ બોર્ડર આઉટપોસ્ટ નજીક પિલર નંબર 378 નજીક પકડી લીધો.
ધરપકડ બાદ એસએસબી દ્વારા કરવામાં
આવેલી પૂછપરછ દરમિયાન, મોહમ્મદ અબ્દુલે
કબૂલ્યું કે,” તે છેલ્લા ઘણા વર્ષોથી નેપાળમાં સોનાની દાણચોરીમાં સામેલ હતો.
જેલમાંથી ભાગી ગયા પછી, તેનો પ્લાન
રક્સૌલ થઈને કલકતા જવાનો હતો, જ્યાંથી તે બાંગ્લાદેશ પાછો ફરવા માંગતો હતો. પરંતુ એસએસબીની સતર્કતાએ તેનો
પ્લાન નિષ્ફળ બનાવ્યો. જરૂરી પૂછપરછ બાદ, એસએસબી 47મી બટાલિયને
મોહમ્મદ અબ્દુલને વધુ કાનૂની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપી દીધો છે.
હિન્દુસ્થાન સમાચાર / આનંદ કુમાર / ગોવિંદ ચૌધરી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ