નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.) વિદેશ મંત્રાલયે ફરી એકવાર તમામ
ભારતીય નાગરિકોને રશિયન સેનામાં જોડાવાની કોઈપણ ઓફરથી દૂર રહેવા વિનંતી કરી છે.
મંત્રાલય કહે છે કે,’ તે જોખમોથી ભરેલી છે.’
રશિયન સેનામાં ભારતીય નાગરિકોની તાજેતરની ભરતી પર ધ્યાન
આપતા, વિદેશ મંત્રાલયના
પ્રવક્તાએ પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે,’ સરકારે છેલ્લા એક વર્ષમાં
ઘણી વખત તેમાં રહેલા જોખમો અને ભયને રેખાંકિત કર્યા છે અને તે મુજબ ભારતીય
નાગરિકોને ચેતવણી આપી છે.’
તેમણે કહ્યું કે,’ અમે દિલ્હી અને મોસ્કો બંનેમાં રશિયન
અધિકારીઓ સાથે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે અને વિનંતી કરી છે કે આ પ્રથા બંધ કરવામાં
આવે અને અમારા નાગરિકોને મુક્ત કરવામાં આવે. અમે અસરગ્રસ્ત ભારતીય નાગરિકોના
પરિવારો સાથે પણ સંપર્કમાં છીએ.’
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ