પ્રધાનમંત્રી મોદીએ મોહન ભાગવતને, તેમના 75મા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતને, તેમના 75મા જન્મદિવસ પર અભિનંદન અને શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ''એક્સ''
નમો


નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતને, તેમના 75મા જન્મદિવસ પર

અભિનંદન અને શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોતાના

સંદેશમાં લખ્યું, મોહન ભાગવતજીએ

વસુધૈવ કુટુમ્બકમના મંત્રથી પ્રેરિત થઈને, સમાનતા, સંવાદિતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવા

માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું છે. ભારત માતાની સેવા માટે હંમેશા તત્પર

રહેતા મોહનજીના 75મા જન્મદિવસના

ખાસ પ્રસંગે, મેં તેમના

પ્રેરણાદાયી વ્યક્તિત્વ વિશે મારી લાગણીઓ વ્યક્ત કરી છે. હું તેમને લાંબા અને

સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું.

ડૉ. મોહન ભાગવતનો જન્મ 11 સપ્ટેમ્બર 1950 ના રોજ મહારાષ્ટ્રના, ચંદ્રપુર જિલ્લામાં થયો હતો. નાગપુર

યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી, તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્ણ-સમય પ્રચારક તરીકે

સંગઠનાત્મક કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવી. 2૦૦9માં તેઓ સંઘના છઠ્ઠા સરસંઘચાલક

બન્યા. તેમના નેતૃત્વ હેઠળ,

સંગઠને સામાજિક

સંવાદિતા, ગ્રામીણ વિકાસ, શિક્ષણ, પર્યાવરણ અને

સેવા કાર્યમાં ઘણી મહત્વપૂર્ણ પહેલ કરી છે.

ભાગવતના નેતૃત્વ હેઠળ, સંઘે કોવિડ-19 મહામારી, પૂર અને ભૂકંપ જેવી આફતોમાં મોટા પાયે રાહત કાર્ય હાથ

ધર્યું. સેવા વસાહતો દ્વારા શિક્ષણ, આરોગ્ય અને આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન

આપ્યું. આ સાથે, પર્યાવરણ સંરક્ષણ

અને સામાજિક સંવાદિતા માટે ઘણા રાષ્ટ્રવ્યાપી અભિયાનો પણ ચલાવવામાં આવ્યા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના શતાબ્દી વર્ષ (2૦25-2૦26) ની

તૈયારીઓમાં પણ સક્રિય છે. ભાગવતના કાર્યકાળ દરમિયાન, સંગઠને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ

તેની પ્રવૃત્તિઓનો વ્યાપ વધાર્યો. સંઘની શાખાઓ અને ભારતીય સમાજ માટે કરવામાં આવેલ

કાર્ય હવે વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની ગયા છે.

અનેક પ્રસંગોએ, વડાપ્રધાન મોદી અને ડૉ. મોહન ભાગવતની

મુલાકાતો પણ સમાચારમાં રહી છે. નાગપુર અને દિલ્હીમાં સંઘના કાર્યક્રમોમાં, વડાપ્રધાન

મોદીની હાજરીએ સંગઠન અને સરકાર વચ્ચે વૈચારિક સુમેળને રેખાંકિત કર્યો છે.

ભાગવત ભારતીય સમાજમાં પારિવારિક મૂલ્યો, રાષ્ટ્રીય એકતા

અને સાંસ્કૃતિક ગૌરવના જતન પર વિશેષ ભાર મૂકી રહ્યા છે. સમય સમય પર, તેમણે વિવિધ

પ્લેટફોર્મ પરથી દેશવાસીઓને સામાજિક સુમેળ અને સકારાત્મક પરિવર્તન તરફ પ્રેરણા આપી

છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande