પ્રધાનમંત્રી મોદી આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રવાસે, સૌપ્રથમ વારાણસી પહોંચશે
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. તેઓ વારાણસીમાં મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામનું સ્વાગત કરશે. આ પછી, પ્રધાનમંત્રી દેહરાદૂન જશે અને સાંજે ઉત્ત
નમો


નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર

પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. તેઓ વારાણસીમાં મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ.

નવીનચંદ્ર રામગુલામનું સ્વાગત કરશે. આ પછી, પ્રધાનમંત્રી દેહરાદૂન જશે અને સાંજે ઉત્તરાખંડના પૂરગ્રસ્ત

વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. સર્વેક્ષણ પછી, પ્રધાનમંત્રી અધિકારીઓ સાથે, ઉચ્ચ સ્તરીય

સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.

બુધવારે વડાપ્રધાન મોદીના બે દિવસીય કાર્યક્રમની

પૂર્વસંધ્યાએ, તેમના કાર્યાલયના

પ્રવક્તાએ જણાવ્યું હતું કે,” વારાણસી સમિટ ભારત અને મોરેશિયસની પરસ્પર સમૃદ્ધિ, ટકાઉ વિકાસ અને

સલામત અને સમાવિષ્ટ ભવિષ્ય તરફની સહિયારી યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ

સાબિત થશે.” મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. રામગુલામ 9 થી 16 સપ્ટેમ્બર સુધી ભારતની રાજ્ય મુલાકાતે છે. દ્વિપક્ષીય

વાટાઘાટો દરમિયાન, પ્રધાનમંત્રી

મોદી તેમના મોરેશિયસ સમકક્ષ સાથે સહયોગના સમગ્ર પરિમાણની સમીક્ષા કરશે.

આ મુલાકાત આ વર્ષે માર્ચમાં વડાપ્રધાન મોદીની મોરેશિયસની

રાજ્ય મુલાકાતથી ઉત્પન્ન થયેલી સકારાત્મક ગતિને વધુ આગળ ધપાવશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande